શાહરુખનું નામ ‘ધ ન્યુ યૉર્ક ટાઇમ્સ’ દ્વારા જાહેર કરાયેલી ૨૦૨૫ની ૬૭ સૌથી સ્ટાઇલિશ વ્યક્તિઓની યાદીમાં સામેલ થયું છે
શાહરુખ ખાન
શાહરુખ ખાન ૬૦ વર્ષની ઉંમરે પણ પોતાની સ્ટાઇલ અને લુક્સથી ખાસ છાપ છોડી રહ્યો છે. હવે શાહરુખનું નામ ‘ધ ન્યુ યૉર્ક ટાઇમ્સ’ દ્વારા જાહેર કરાયેલી ૨૦૨૫ની ૬૭ સૌથી સ્ટાઇલિશ વ્યક્તિઓની યાદીમાં સામેલ થયું છે. આ યાદીમાં દુનિયાની અલગ-અલગ ઇન્ડસ્ટ્રીમાંથી અનેક દિગ્ગજોનાં નામ સામેલ છે અને એમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય સ્ટાર શાહરુખ ખાન છે. શાહરુખને એના મેટ ગાલાના લુકને કારણે આ યાદીમાં સ્થાન મળ્યું છે. વર્ષની શરૂઆતમાં ન્યુ યૉર્કમાં યોજાયેલી ફૅશન જગતની સૌથી મોટી ઇવેન્ટ મેટ ગાલામાં શાહરુખ પ્રસિદ્ધ સેલિબ્રિટી ડિઝાઇનર સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરાયેલા બ્લૅક આઉટફિટમાં દેખાયો હતો અને તેનો આ લુક ચર્ચામાં રહ્યો હતો.


