તેઓ ૧૯૭૬ની ફિલ્મ ‘કાલીચરણ’ના સેટ પર મળ્યાં હતાં
તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ
બુધવારે રીના રૉયની ૬૯મી વર્ષગાંઠ હતી. એ દિવસે રીનાના ભૂતપૂર્વ પ્રેમી શત્રુઘ્ન સિંહાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર રીના રૉય સાથેની જૂની તસવીરો શૅર કરીને એક ભાવુક સંદેશ લખ્યો હતો, ‘એક ખૂબ પ્યારી દોસ્ત, અત્યાર સુધીની સૌથી સારી અભિનેત્રીઓમાંની એક, હંમેશાં આકર્ષક સ્ટાર, મહાન વ્યક્તિ... કુલ મળીને અદ્ભુત વ્યક્તિત્વ ધરાવતી રીના રૉયને જન્મદિવસની ખૂબ-ખૂબ શુભકામનાઓ. તારા પર હંમેશાં આશીર્વાદ રહે.’
શત્રુઘ્ન અને રીનાની રિલેશનશિપ ચર્ચાસ્પદ રહી છે. તેઓ ૧૯૭૬ની ફિલ્મ ‘કાલીચરણ’ના સેટ પર મળ્યાં હતાં અને પછી તેમણે અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. તેઓ લગ્ન કરવા માગતાં હતાં, પણ આખરે શત્રુઘ્ન સિંહાએ ૧૯૮૦માં પૂનમ સિંહા સાથે લગ્ન કરી લીધાં હતાં. શત્રુઘ્નએ પોતાની આત્મકથા અને ઇન્ટરવ્યુમાં વાત સ્વીકારી છે કે તેમનો આ નિર્ણય મુશ્કેલ હતો.


