ગઈ કાલે આ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું હતું અને આ ટ્રેલર-લૉન્ચનો કાર્યક્રમ દાદરમાં યોજાયો હતો. આ પ્રસંગે શ્રદ્ધા પોતાના પરંપરાગત મરાઠી લુકને કારણે સૌનું ધ્યાન ખેંચવામાં સફળ રહી હતી.
શ્રદ્ધાનો મરાઠી અંદાજ અને ફુગડી ડાન્સ
શ્રદ્ધા કપૂર બે વર્ષથી વધુ સમય બાદ ફરી મોટા પડદા પર વાપસી કરવા જઈ રહી છે. તેની હૉરર-કૉમેડી ફિલ્મ ‘સ્ત્રી 2’ની બ્લૉકબસ્ટર સફળતા બાદ હવે તે ચોથી ડિસેમ્બરે રિલીઝ થનારી ‘ઈઠા’માં જોવા મળશે. આ ફિલ્મ મહારાષ્ટ્રની દિગ્ગજ લાવણી નૃત્યાંગના વિઠાબાઈ નારાયણગાવકરના અસાધારણ જીવન પર આધારિત છે. ગઈ કાલે આ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું હતું અને આ ટ્રેલર-લૉન્ચનો કાર્યક્રમ દાદરમાં યોજાયો હતો. આ પ્રસંગે શ્રદ્ધા પોતાના પરંપરાગત મરાઠી લુકને કારણે સૌનું ધ્યાન ખેંચવામાં સફળ રહી હતી. મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને પોતાના મૂળ સાથે જોડાણ દર્શાવતી નવવારી સાડીમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી.
આ કાર્યક્રમના અનેક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે. આ લૉન્ચમાં શ્રદ્ધાએ પોતાના ડાન્સ-મૂવ્સ બતાવ્યા હતા અને તે મહારાષ્ટ્રનું પરંપરાગત લોકનૃત્ય ફુગડી કરતી જોવા મળે છે.
