Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ગ્રેટર નોએડામાં ૨૩મા માળે ફૂલ તોડતી વખતે પડી જવાથી પિતા અને પુત્રએ જીવ ગુમાવ્યા

ગ્રેટર નોએડામાં ૨૩મા માળે ફૂલ તોડતી વખતે પડી જવાથી પિતા અને પુત્રએ જીવ ગુમાવ્યા

Published : 31 October, 2026 11:15 AM | IST | Greater Noida
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પરિવાર મૂળ કલકત્તાનો છે. પોલીસમાં ફરિયાદ કરવામાં આવી નથી.’

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ગ્રેટર નોએડા-વેસ્ટમાં આવેલા એક બિલ્ડિંગમાં ગઈ કાલે વહેલી સવારે ૨૩મા માળે આવેલા ફ્લૅટની બાલ્કનીમાંથી ફૂલ તોડતી વખતે પડી જવાથી ૪૦ વર્ષના રણદીપ પાત્રા અને તેમના ૧૧ વર્ષના પુત્ર આરવ નીચે પટકાયા હતા જેના કારણે બન્નેએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના ગૌર સિટી-ટૂ સ્થિત મહાગુન માયવુડ્સ સોસાયટીમાં બની હતી. પૂજા માટે ફૂલો તોડવા સીડીનો ઉપયોગ કરતી વખતે તેમનું બૅલૅન્સ જતું રહ્યું હોવાની શક્યતા છે. તેઓ બીજા માળે સોસાયટીના ક્લબહાઉસની છત પર પડ્યા હતા.
આ ઘટના વિશે ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) ડૉ. પ્રવીણ સિંહે જણાવ્યું હતું કે ‘પોલીસને સવારે લગભગ ૪ વાગ્યે આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. રણદીપની પત્નીએ અમને જણાવ્યું કે પરિવાર પ્રૉપર્ટીના રજિસ્ટ્રેશન માટે ખાટુ શ્યામ જઈ રહ્યો હતો. તેઓ નીકળતાં પહેલાં પૂજા કરવા માગતા હતા. પિતા-પુત્ર બાલ્કનીમાંથી અપરાજિતાનાં ફૂલ તોડતી વખતે નીચે પડી ગયા હતા. રણદીપ અને તેની પત્ની બન્ને કેન્દ્ર સરકારનાં કર્મચારી છે. આ પરિવાર મૂળ કલકત્તાનો છે. પોલીસમાં ફરિયાદ કરવામાં આવી નથી.’


Whatsapp-channel Whatsapp-channel

31 October, 2026 11:15 AM IST | Greater Noida | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK