ઈલૉન મસ્કનું ગ્રૉક AI ઍક્ટ્રેસની આ રહસ્યમય પોસ્ટને ઑનલાઇન બેટિંગ સ્કૅમ સાથે જોડી રહ્યું છે
શ્રદ્ધા કપૂર
હાલમાં સેલિબ્રિટીઓનાં સોશ્યલ મીડિયા અકાઉન્ટ હૅક થવાનો સિલસિલો શરૂ થયો છે. લગભગ એક મહિના પહેલાં સિંગર શ્રેયા ઘોષાલનું સોશ્યલ મીડિયા અકાઉન્ટ હૅક થયું હતું અને હવે શ્રદ્ધા કપૂરનું સોશ્યલ મીડિયા અકાઉન્ટ હૅક થયું હોવાની ચર્ચા છે. હકીકતમાં મંગળવારે મોડી રાત્રે ઍક્ટ્રેસના અકાઉન્ટ પરથી એક રહસ્યમય પોસ્ટ શૅર થઈ હતી. આ પોસ્ટ સામે આવ્યા પછી ફૅન્સના મનમાં એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે શું શ્રદ્ધા કપૂરનું સોશ્યલ મીડિયા અકાઉન્ટ હૅક થયું છે?
શ્રદ્ધા કપૂરના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પરથી એક રહસ્યમય પોસ્ટ શૅર થઈ હતી જેમાં લખ્યું હતું - Easy $28.GG! આ પોસ્ટ પછી ફૅન્સ કમેન્ટમાં જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું ઍક્ટ્રેસનું અકાઉન્ટ હૅક થયું છે? તો ઈલૉન મસ્કનું ગ્રૉક AI આ રહસ્યમય પોસ્ટને ઑનલાઇન બેટિંગ સ્કૅમ સાથે જોડી રહ્યું છે.

