Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઈઠાના ગીત માટે શ્રદ્ધા કપૂરે પહેર્યાં હતાં ૮ કિલોનાં ઘૂંઘરુ

ઈઠાના ગીત માટે શ્રદ્ધા કપૂરે પહેર્યાં હતાં ૮ કિલોનાં ઘૂંઘરુ

Published : 20 November, 2026 12:00 PM | Modified : 20 November, 2026 12:18 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મમાં તે જાણીતી મરાઠી લાવણી અને તમાશા કલાકાર વિઠાબાઈ ભાઉમાંગ નારાયણગાવકરની ભૂમિકા ભજવી રહી છે. હાલમાં આ ફિલ્મનું વાઇબ્રન્ટ ગીત ‘જી જી રે જી’ લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રદ્ધાએ ફિલ્મ માટે પોતાને સંપૂર્ણપણે તૈયાર કરવાની.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર


શ્રદ્ધા કપૂર ચોથી ડિસેમ્બરે આવી રહેલી બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મ ‘ઈઠા’ની રિલીઝની તૈયારી કરી રહી છે. આ ફિલ્મમાં તે જાણીતી મરાઠી લાવણી અને તમાશા કલાકાર વિઠાબાઈ ભાઉમાંગ નારાયણગાવકરની ભૂમિકા ભજવી રહી છે. હાલમાં આ ફિલ્મનું વાઇબ્રન્ટ ગીત ‘જી જી રે જી’ લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રદ્ધાએ ફિલ્મ માટે પોતાને સંપૂર્ણપણે તૈયાર કરવાની પ્રક્રિયા વિશે ખૂલીને વાત કરી હતી.

શ્રદ્ધાએ પોતાના પ્રયાસો વિશે જણાવ્યું હતું કે ‘લાવણી ખૂબ જ સુંદર પણ મુશ્કેલ નૃત્યશૈલી છે. જ્યારે મેં ફિલ્મ સાઇન કરી ત્યારે મને લાવણી વિશે બિલકુલ જાણકારી નહોતી તેથી મેં ઘણી વર્કશૉપ કરી હતી. લાવણી-કલાકારો અને તમાશા-કલાકારોને મળી હતી. તેમની પાસેથી મેં જે શીખ્યું એ ખરેખર ખૂબ સરસ હતું. તેમણે મને કહ્યું હતું કે નૃત્ય તો શીખી જશો, પગમાં ઘૂંઘરુ બાંધીને પ્રૅક્ટિસ પણ કરી લેશો; પણ તમારે ચહેરા પર જે ભાવ વ્યક્ત કરવાના છે એને સમજવા પડશે. તમાશા-કલાકારોનું જીવન ખૂબ મુશ્કેલ રહ્યું છે તેથી તેમના નૃત્યમાં પીડાની સાથે ખુશી પણ જોવા મળે છે. મેં લાવણી ડાન્સ-સીક્વન્સ માટે કુલ ૮ કિલોનાં ઘૂંઘરુ પહેર્યાં હતાં. બન્ને પગમાં ચાર-ચાર કિલોનાં ઘૂંઘરુ બાંધીને પ્રૅક્ટિસ કરવી, એમાં કમ્ફર્ટેબલ થવું અને એને પોતાના શરીરનો જ એક ભાગ સમજવામાં ઘણો સમય લાગ્યો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2026 12:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK