સંભાવના સેઠ સરોગસીથી ટ્વિન્સ દીકરા-દીકરીની મમ્મી બની...
સંભાવના સેઠ અને તેના પતિ અવિનાશ
આ વર્ષના એપ્રિલ મહિનામાં સંભાવના સેઠ અને તેના પતિ અવિનાશ દ્વિવેદીએ જાહેરાત કરી હતી કે તેઓ સરોગસી દ્વારા માતા-પિતા બનવા જઈ રહ્યાં છે. ગઈ કાલે તેમના ઘરે જોડિયાં સંતાનોમાં એક દીકરા અને એક દીકરીનો જન્મ થયો છે.
સંભાવનાએ આ ખુશખબર ફૅન્સ સાથે શૅર કરતી વખતે સોશ્યલ મીડિયામાં લખ્યું હતું કે ‘આ વર્ષે મહા દિવાળી વહેલી આવી ગઈ. લક્ષ્મી અને ગણેશ બન્ને અમારા ઘરે આવી ગયાં છે. અમારાં હૃદય કૃતજ્ઞતાથી ભરાઈ ગયાં છે. હર હર મહાદેવ.’
સંભાવના અને અવિનાશે ૨૦૧૬માં લગ્ન કર્યાં હતાં. લગ્નનાં લગભગ ૧૦ વર્ષ બાદ બન્ને માતા-પિતા બન્યાં છે. ૨૦૨૪માં સંભાવના IVF પ્રક્રિયા દ્વારા ગર્ભવતી બની હતી, પરંતુ દુર્ભાગ્યવશ એને સફળતા નહોતી મળી. ત્યાર બાદ આ વખતે દંપતીએ
માતા-પિતા બનવા સરોગસીનો માર્ગ પસંદ કર્યો હતો.
