Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

પૈચાન કૌન?

Published : 02 October, 2026 04:49 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્નેહા ઉલ્લાલે બિહારના સ્થાનિક લોકોની પ્રશંસા કરતાં એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘અહીંના લોકો ખૂબ જ પ્રેમાળ છે અને મને ખૂબ સારું લાગી રહ્યું છે. તેમનો સ્વભાવ ખૂબ જ સરળ અને નરમ છે.

પૈચાન કૌન?

પૈચાન કૌન?


ક્યારેક ઐશ્વર્યા રાય જેવા ચહેરાને કારણે ચર્ચામાં રહેલી ઍક્ટ્રેસ સ્નેહા ઉલ્લાલ હાલમાં બિહાર પહોંચી છે. સ્નેહા ગયા ખાતે પોતાની ફિલ્મ ‘અર્ધનાયક’નું શૂટિંગ કરી રહી છે. શૂટિંગ દરમ્યાન ગામની મહિલાઓ સાથે સ્નેહાનું ખાસ આત્મીય જોડાણ જોવા મળ્યું હતું અને તે તેમની સાથે ખૂબ જ સહજ રીતે ભળી ગઈ હતી, તેમના રંગમાં રંગાયેલી જોવા મળી હતી.
સ્નેહા ઉલ્લાલે બિહારના સ્થાનિક લોકોની પ્રશંસા કરતાં એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘અહીંના લોકો ખૂબ જ પ્રેમાળ છે અને મને ખૂબ સારું લાગી રહ્યું છે. તેમનો સ્વભાવ ખૂબ જ સરળ અને નરમ છે. હું પહેલાં આ બધું જાણતી નહોતી, પણ હવે તેમની સાથે હળીમળી ગઈ છું અને મને ખબર પડી છે કે અહીંના લોકો કેટલા પ્રેમાળ છે.’


Whatsapp-channel Whatsapp-channel

02 October, 2026 04:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK