Son of Sardaar 2 Title Song: ઍક્ટ્રેસ નીરુ બાજવા હવે જ્યારે અજય દેવગણ સાથે `સન ઑફ સરદાર 2` સાથે ફિલ્મી પડદા પર કોમેડી સાથે આવી રહી છે.
નીરૂ બાજવા
ફિલ્મ `સન ઑફ સરદાર 2`ના ટાઇટલ સોન્ગ (Son of Sardaar 2 Title Song)માં અજય દેવગન અને નીરૂ બાજવાની જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળવાની છે. તમને જણાવી દઈએ કે ઍક્ટ્રેસ નીરુ બાજવા હવે જ્યારે અજય દેવગણ સાથે `સન ઑફ સરદાર 2` સાથે ફિલ્મી પડદા પર કોમેડી સાથે આવી રહી છે ત્યારે એને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મનું ટીઝર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. ટીઝર આવ્યા બાદથી તો ચાહકોમાં ગજબ આકર્ષણ પેદા થયું છે. ખાસ કરીને લોકોને નીરૂ બાજવાનું બોલિવૂડમાં પુનરાગમન ધ્યાન ખેંચી રહ્યું છે.
પંજાબી સિનેમામાં સુપરસ્ટાર બની ચૂકેલ આ ઍક્ટ્રેસ `સન ઑફ સરદાર 2` (Son of Sardaar 2 Title Song) સાથે હવે જ્યારે હિન્દી ફિલ્મોમાં આવી રહી છે ત્યારે લોકો પણ તેને વધાવી રહ્યા છે. ખાસ કરીને ફિલ્મના ટીઝર લૉન્ચ થયા પછી ફિલ્મના ટાઇટલ ટ્રેકમાં તેની ઝલક માત્રથી જ તેના ચાહકોનો આનંદ બેવડાઈ ગયો છે.
ADVERTISEMENT
ખૂબ જ રાહ જોવાઈ રહી છે એવી અજય દેવગનની ફિલ્મ `સન ઑફ સરદાર 2` નું ટાઇટલ ટ્રેક તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. આ સોન્ગમાં અજય દેવગણ પંજાબી સ્ટાઇલમાં ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. તેની સાથે જ નીરૂ બાજવા પણ આ સોન્ગમાં પંજાબી સ્ટાઈલમાં ડાન્સ કરતી જોવા મળી છે.
ફિલ્મ `સન ઑફ સરદાર 2`નું ટાઇટલ સોન્ગ (Son of Sardaar 2 Title Song) હજી તાજેતરમાં જ રિલીઝ થયું છે અને ઍક્ટ્રેસ નીરુ બાજવા અને અજયની કેમિસ્ટ્રીએ નેટિઝન્સનું ધ્યાન ખેંચ્યું છે, તેમ કહેવામાં કંઇ જ ખોટું નથી. નીરૂનો આ સોન્ગમાં લુક પણ ધ્યાનાકર્ષક છે. જે તેની ગ્લેમરસ બાજુ પણ દર્શાવે છે. અને બીજું કે સ્ક્રીન પર અજય સાથેની તેની કેમેસ્ટ્રી પણ બતાવે છે.
ફિલ્મ `સન ઑફ સરદાર 2` માં કલાકારોની અદ્દભુત ટીમ છે. આ ફિલ્મમાં ઍક્ટ્રેસ નીરૂ બાજવા અજયના જસ્સી સાથે ડિમ્પલ સરદારનીની ભૂમિકા ભજવી રહી છે. ચોક્કસ પણે કહી શકાય કે આ ફિલ્મ સાથે 12 વર્ષ બાદ એક્ટ્રેસ બોલિવૂડમાં પરત ફરી છે. હવે તો તેના હિન્દી ચાહકો પણ તેને ફરીથી મોટા પડદા પર ચમકી રહેલી જોવા માટે ઉત્સાહિત છે.
Son of Sardaar 2 Title Song: આ ફિલ્મનું નિર્દેશન વિજય કુમાર અરોરાએ કર્યું છે. આ ફિલ્મનું નિર્માણ અજય દેવગન, જ્યોતિ દેશપાંડે, એન. આર. પચિસિયા અને પ્રવીણ તલરેજા દ્વારા કરવામાં આવ્યું છે. આ એક એક્શન ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ વર્ષ 2012માં આવેલ ‘સન ઑફ સરદાર’નો આગળનો ભાગ છે. આ ફિલ્મમાં અજય દેવગન, મૃણાલ ઠાકુર, રવિ કિશન અને સંજય મિશ્રા છે. આ ફિલ્મ 25 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઇ રહી છે.

