આ સોદા માટે ૯૬ લાખ રૂપિયાની સ્ટૅમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી છે
ફાઇલ તસવીર
સિન્ગર સોનુ નિગમે અંધેરી-વેસ્ટ વિસ્તારમાં લગભગ ૩૮૮૬ સ્ક્વેર ફુટ વિસ્તારમાં ફેલાયેલા બે કમર્શિયલ યુનિટ ૧૬ કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. પ્રૉપર્ટી રજિસ્ટ્રેશન ડેટા અનુસાર આ વ્યવહારની નોંધણી ૬ ઑગસ્ટે થઈ હતી. આ સોદા માટે ૯૬ લાખ રૂપિયાની સ્ટૅમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી છે. આ પ્રૉપર્ટી અંધેરી-વેસ્ટના લોખંડવાલા રોડ પર આવેલા સુંદરવન કૉમ્પ્લેક્સના ‘ઍસ્ટન’ બિલ્ડિંગના પહેલા માળે આવેલી છે.
