Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Entertainment Update : સોનુ નિગમને કમર્શિયલ સ્પેસના વેચાણથી બે વર્ષમાં ૩.૭૦ કરોડ રૂપિયાનો ફાયદો

Entertainment Update : સોનુ નિગમને કમર્શિયલ સ્પેસના વેચાણથી બે વર્ષમાં ૩.૭૦ કરોડ રૂપિયાનો ફાયદો

Published : 13 September, 2026 11:43 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોનુ નિગમે BKCમાં ૩૦૮૨ સ્ક્વેર ફુટની કમર્શિયલ પ્રૉપર્ટી ₹૧૮ કરોડમાં વેચી હોવાના રિપોર્ટ છે. તેમણે આ જગ્યા ૨૦૨૩માં ₹૧૪.૩૦ કરોડમાં ખરીદી હતી. આમ, આ ડીલમાં તેમને ₹૩.૭૦ કરોડનો ફાયદો થયો હોવાનું કહેવાય છે.

સોનુ નિગમ

સોનુ નિગમ


સોનુ નિગમે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં ૩૦૮૨ સ્ક્વેર ફુટની કમર્શિયલ સ્પેસ ૧૮ કરોડ રૂપિયામાં વેચી હોવાના રિપોર્ટ છે. સોનુએ આ જ કમર્શિયલ સ્પેસ ૨૦૨૩માં ૧૪.૩૦ કરોડ રૂપિયામાં ખરીદી હતી. આમ તેને આ ડીલમાં ૩.૭૦ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.
આ પ્રૉપર્ટી બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના ટ્રેડ સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી છે. દસ્તાવેજો અનુસાર આ ટ્રાન્ઝૅક્શન ૪ સપ્ટેમ્બરે થયું હતું. દસ્તાવેજો પ્રમાણે આ પ્રૉપર્ટીનો કાર્પેટ એરિયા ૩૦૮૨ સ્ક્વેર ફુટ છે અને એની ડીલ ૧૮ કરોડ રૂપિયામાં થઈ છે.

કૈલાશ ખેરે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલી પોતાની ઑફિસ-સ્પેસ ૧૦.૭૫ કરોડમાં વેચી



કૈલાશ ખેરે મુંબઈના બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલી પોતાની કમર્શિયલ ઑફિસ-સ્પેસ ૧૦.૭૫ કરોડ રૂપિયામાં વેચી દીધી છે. કૈલાશ ખેરે આ ઑફિસ-સ્પેસ ગયા વર્ષે નવેમ્બરમાં જ ૧૦.૫૦ કરોડ રૂપિયામાં ખરીદી હતી અને ખરીદીના માત્ર ૧૦ મહિનાની અંદર જ તેણે આ પ્રૉપર્ટી વેચી દીધી છે. કૈલાસ ખેરને આ ડીલમાં પચીસ લાખ વધુ મળ્યા છે. કૈલાશ ખેરની આ ઑફિસ બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના ‘ટ્રેડ સેન્ટર’ના સાતમા માળે આવેલી છે. ૨૬૧૯ સ્ક્વેર ફુટ કાર્પેટ એરિયા ધરાવતી આ ઑફિસ સાથે એક કાર પાર્કિંગ સ્પેસ પણ છે.


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2026 11:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK