હિન્દી ફિલ્મ-જગતમાં કોઈ ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ એનાં ગીતોની વિનાઇલ રેકૉર્ડ એડિશન રજૂ કરવાની પહેલ બહુ ઓછી જોવા મળે છે.
હિમેશ રેશમિયા અને સૂરજ બડજાત્યા
બૉલીવુડનું સંગીત હવે પહેલાં જેવું નથી રહ્યું... આવું ઘણી વાર સાંભળવા મળે છે, પણ સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’એ સાબિત કરી દીધું છે કે સારાં અને દિલને સ્પર્શી જાય એવાં ગીતોનો જાદુ આજે પણ યથાવત્ છે. કોઈ ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ એનાં ગીતોને ૧ અબજથી વધુ વ્યુઝ મળવા એ પોતાનામાં જ એક મોટી સિદ્ધિ છે. સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’એ આ સિદ્ધિ હાંસલ કરી છે. ૨૭ નવેમ્બરે થિયેટરોમાં રિલીઝ થવા પહેલાં જ ફિલ્મનાં ગીતોને તમામ ડિજિટલ પ્લૅટફૉર્મ પર મળીને ૧ અબજથી વધુ વ્યુઝ મળ્યા છે.
આ સફળતા બાદ સંગીતકાર હિમેશ રેશમિયા અને તેમનું મ્યુઝિક-લેબલ ‘હિમેશ રેશમિયા મેલડીઝ’ ફિલ્મનાં ગીતોને ખાસ વિનાઇલ રેકૉર્ડ એડિશનમાં રજૂ કરવાની તૈયારી કરી રહ્યાં છે. વિનાઇલ રેકૉર્ડ સંગીત સાંભળવાની જૂના જમાનાની એક રીત છે, જેમાં ગીતો ખાસ રેકૉર્ડ પર વગાડવામાં આવે છે.
ADVERTISEMENT
ફિલ્મની રિલીઝના થોડા દિવસો પહેલાં જ આ ખાસ એડિશનની જાહેરાત કરવામાં આવી છે. હિન્દી ફિલ્મ-જગતમાં કોઈ ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ એનાં ગીતોની વિનાઇલ રેકૉર્ડ એડિશન રજૂ કરવાની પહેલ બહુ ઓછી જોવા મળે છે. બે દાયકાથી વધુ સમય બાદ આ પ્રકારની ખાસ પહેલ કરવામાં આવી રહી છે.
અહીં મને ૪૨ વર્ષ પહેલાં સારાંશમાં પહેલો બ્રેક મળ્યો હતો
જૂની યાદોને વાગોળીને અનુપમ ખેરે રાજશ્રી પ્રોડક્શન્સની ઑફિસમાંથી વિડિયો શૅર કર્યો

‘રામાયણ’માં પોતાના અવાજના અભિનય માટે પ્રશંસા મેળવી રહેલા અનુપમ ખેર તાજેતરમાં યાદોની સફરે નીકળ્યા હતા. હાલમાં તેઓ એ જ સ્થળે પહોંચ્યા હતા જ્યાંથી તેમને પોતાની પહેલી ફિલ્મ ‘સારાંશ’માં કામ કરવાની તક મળી હતી. આ સ્થળ રાજશ્રી પ્રોડક્શન્સની ઑફિસ છે. મંગળવારે અનુપમ ખેરે પોતાના સોશ્યલ મીડિયામાં ડિરેક્ટર સૂરજ બડજાત્યા સાથેનો એક વિડિયો રાજશ્રી પ્રોડક્શન્સની ઑફિસમાંથી શૅર કર્યો હતો. આ જ પ્રોડક્શન હાઉસે તેમને ૪૨ વર્ષ પહેલાં ‘સારાંશ’માં પહેલો બ્રેક આપ્યો હતો. અનુપમે ભાવુક થતાં કહ્યું હતું કે ‘આ એ જ જગ્યા છે. આપણે રાજશ્રી પ્રોડક્શન્સની ઑફિસમાં છીએ. આ એ જ સ્થળ છે જ્યાં મને ૪૨ વર્ષ પહેલાં ‘સારાંશ’માં પહેલો બ્રેક મળ્યો હતો. ૪૨ વર્ષ પહેલાંથી લઈને ‘યે પ્રેમ મોલ લિયા’ સુધીની આ સફર આજે પણ ચાલુ છે. આ ફિલ્મ જોયા પછી હું ખૂબ ભાવુક થયો છું અને મારા મનને સ્પર્શી ગઈ છે.’
