ભારતીય ટીમના પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ અત્યાર સુધી અનેક ભૂમિકાઓ ભજવી છે. ટીમમાં સલામી બૅટ્સમેનથી લઈને સુકાની અને પછી બીસીસીઆઈના અધ્યક્ષ. ગાંગુલીએ ક્રિકેટમાં ઘણો લાંબો સમય વિતાવ્યો છે.
તસવીર સૌજન્ય મિડ-ડે
ભારતીય ટીમના પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ અત્યાર સુધી અનેક ભૂમિકાઓ ભજવી છે. ટીમમાં સલામી બૅટ્સમેનથી લઈને સુકાની અને પછી બીસીસીઆઈના અધ્યક્ષ. ગાંગુલીએ ક્રિકેટમાં ઘણો લાંબો સમય વિતાવ્યો છે. જો કે, હવે આ પૂર્વ ખેલાડી એક નવા અંદાજમાં જોવા મળશે. ગાંગુલી 52 વર્ષની ઊંમરે એક્ટિંગમાં ડેબ્યૂ કરવાના છે.
સૌરવ ગાંગુલી કરશે ડેબ્યૂ
મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે સૌરવ ગાંગુલી નેટફ્લિક્સ સિરીઝ ખાકીમાં જોવા મળશે. તો બીજી સીઝનમાં પોલીસ ઑફિસરના રોલમાં જોવા મળશે અને એક્ટિંગ કરિઅરની શરૂઆત કરશે. સિરીઝની પહેલી સીઝન પણ ખૂબ જ હિટ રહી હતી, જેમાં કરણ ટક્કર, અવિનાશ જેવા અનેક એક્ટર હતા. ગાંગુલીના આ સિરીઝમાં જોડાયા બાદ આ સિરીઝની ચર્ચા હજી વધારે વધી ગઈ છે.
ADVERTISEMENT
વાયરલ થઈ તસવીર
અહેવાલો અનુસાર, ગાંગુલીએ બિનોદિની સ્ટુડિયોમાં એક જાહેરાત શૂટ કરી હતી જ્યાંથી પોલીસ યુનિફોર્મમાં તેનો ફોટો વાયરલ થયો હતો. ગાંગુલીની બાયોપિક પણ બની રહી છે. એવું માનવામાં આવે છે કે રાજકુમાર રાવ આ ફિલ્મમાં ગાંગુલીનું પાત્ર ભજવશે. ગાંગુલી તેની બાયોપિકમાં જોવા મળશે નહીં. ગાંગુલી પહેલા ઘણા ખેલાડીઓની બાયોપિક બનાવવામાં આવી હતી. ભારતીય રમતવીર મિલ્ખા સિંહ, બોક્સર મેરી કોમ, ક્રિકેટર એમએસ ધોની, પેરાલિમ્પિયન મુરલીકાંત પેટકર પર ફિલ્મો બનાવવામાં આવી છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત પર લગાવવામાં આવી રહેલા આરોપોનો જવાબ તાજેતરમાં સૌરવ ગાંગુલીએ આપ્યો હતો. ઈંગ્લેન્ડના નાસીર હુસૈન અને માઈક આથર્ટને આરોપ લગાવ્યો હતો કે ભારતને એક જ જગ્યાએ રમવાની તક મળી અને તેનાથી તેમને ફાયદો થયો. ભારત સામે રમવા માટે અન્ય ટીમોને પાકિસ્તાનથી દુબઈ જવું પડ્યું. ગાંગુલીએ તેમને જવાબ આપ્યો, "પાકિસ્તાનની પીચો ઘણી સારી છે, ભારત ત્યાં વધુ રન બનાવ્યું હોત. પાકિસ્તાનના ત્રણ શહેરો - લાહોર, કરાચી અને રાવલપિંડીમાં રમાયેલી સાત મેચોમાં, ટીમોએ 34.96 ની સરેરાશથી સ્કોર કર્યો છે, જેમાં આઠ સદી અને 17 અડધી સદીનો સમાવેશ થાય છે." આવી સ્થિતિમાં, ભારતને પાકિસ્તાનમાં રમીને વધુ ફાયદો થયો હોત.
જાણીતા નિર્માતા નીરજ પાંડે હાલ પોતાની ક્રાઈમ-ડ્રામા વેબ સિરીઝ `ખાકીઃ ધ બંગાલ ચેપ્ટર`ને લઈને ચર્ચામાં છવાયેલા છે. નેટફ્લિક્સની આ સિરીઝનું ટ્રેલર ગઈ કાલે બુધવારે લૉન્ચ કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટ દરમિયાન નીજર પાંડેએ સિરીઝ સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નોના જાબ આપ્યા છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ સિરીઝમાં પૂર્વ ભારતીય ક્રિકેટ કૅપ્ટન સૌરવ ગાંગુલીનો કેમિયો રોલ હોઈ શકે છે? આના પર તેમણે જે રિએક્શન આપ્યું છે, તેના પરથી ગાંગુલીના કેમિયોની અટકળો શરૂ થઈ ગઈ છે.
શું બોલ્યા નીરજ પાંડે?
જણાવવાનું કે વેબ સિરીઝ `ખાકીઃ ધ બંગાલ ચેપ્ટર`માં પૂર્વ ક્રિકેટ સુકાની સૌરવ ગાંગુલીના કેમિયોની ચર્ચા છેલ્લા ઘણાં સમયથી થઈ રહી છે. બુધવારે સિરીઝના ટ્રેલર લૉન્ચ ઈવેન્ટમાં જ્યારે નીરજ પાંડેએ આ અફવા સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે વધારે કંઈ ન કહ્યું પણ હસતાં-હસતાં બોલ્યા કે, "જ્યાં સુધી સૌરવનો પ્રશ્ન છે... હજી જોતાં રહો" તેમના આ રિએક્શન પછીથી અટકળો વધવાની શરૂઆત થઈ ગઈ છે.
કોલકાતા સાથે પર્સનલ જોડાણ
`ખાકીઃ ધ બંગાલ ચેપ્ટર` પર વાત કરતા નીરજ પાંડેએ જણાવ્યું કે કોલકાતા શહેર સાથે તેમનું પર્સનલ જોડાણ રહ્યું છે. આ કારણે તે શહેરની પસંદગી કરી. તેમણે કહ્યું, "હું કોલકાતામાં જન્મ્યો છું અને ત્યાં જ ઉછર્યો છું. આ વાતે સિરીઝના બીજા ચેપ્ટર માટે કોલકાતાની પસંદગી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ મારો વ્યક્તિગત પૂર્વાગ્રહ હતો."
તે OTT પર ક્યારે રિલીઝ થશે?
નોંધનીય છે કે દેબાત્મા મંડલ અને તુષાર કાંતિ રે દ્વારા દિગ્દર્શિત આ શ્રેણી 2022 ના શો ખાકી: ધ બિહાર ચેપ્ટરનું અનુગામી છે. ટ્રેલર રિલીઝ થયા પછી, તેને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. `ખાકી: ધ બેંગાલ ચેપ્ટર` 20 માર્ચે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. આ પહેલી હિન્દી શ્રેણી હશે જેમાં બધા બંગાળી સ્ટાર્સ હશે. આ શ્રેણીમાં પ્રોસેનજીત ચેટર્જી, પરમબ્રત ચટ્ટોપાધ્યાય, જીત અને શાશ્વત ચેટર્જી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

