પ્રસંગે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત ઉર્દૂ, ગુજરાતી, હિન્દી અને કચ્છી ભાષાના સાહિત્ય સાથે જોડાયેલી હસ્તીઓ હાજર રહી હતી.
લેખક શફાત કાદરી
દશકોથી ગુજરાતમાં ઉર્દૂ ભાષાને પોતાના આર્ટિકલ, રેડિયો ટૉક શો અને ટેલિવિઝન પ્રોગ્રામ મારફત વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનું કામ કરતા જાણીતા લેખક શફાત કાદરીને ગુજરાત ઉર્દૂ સાહિત્ય ઍકૅડેમી તરફથી પ્રતિષ્ઠિત ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના સાંસ્કૃતિક વિભાગ તરફથી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં થોડા દિવસ પહેલાં આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના સાંસ્કૃતિક ખાતાના પ્રધાન મૂળુભાઈ બેરાના હસ્તે અવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત ઉર્દૂ, ગુજરાતી, હિન્દી અને કચ્છી ભાષાના સાહિત્ય સાથે જોડાયેલી હસ્તીઓ હાજર રહી હતી.

