લૉસ ઍન્જલસમાં રાખવામાં આવેલા આ ફિલ્મના સ્ક્રીનિંગ દરમ્યાન તેઓ હાજર રહ્યા હતા

એસ. એસ. રાજામૌલીની ફિલ્મ ‘RRR’
એસ. એસ. રાજામૌલીની ફિલ્મ ‘RRR’ને લૉસ ઍન્જલસમાં સ્ટૅન્ડિંગ ઓવેશન મળ્યું છે. આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી હતી. લૉસ ઍન્જલસમાં રાખવામાં આવેલા આ ફિલ્મના સ્ક્રીનિંગ દરમ્યાન તેઓ હાજર રહ્યા હતા. સ્ટેજ પર જઈને તેમણે લોકોનો પણ આભાર માન્યો હતો. એની વિડિયો ક્લિપ તેમણે શૅર કરી હતી. એ ક્લિપમાં લોકોની ભીડ જોવા મળી રહી છે અને જ્યારે એસ. એસ. રાજામૌલીની એન્ટ્રી થાય છે ત્યારે લોકો ઊભા થઈને તેમને સન્માન આપે છે. એ વિડિયો ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને એસ. એસ. રાજામૌલીએ કૅપ્શન આપી હતી, ‘મારા હીરોઝ, મારી ફિલ્મ અને મારામાં દેખાડેલી તમારી શ્રદ્ધા અને તમે કરેલી પ્રશંસા મારા માટે ખરેખર અગત્યની છે. થૅન્ક યુ USA.’