Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દુલ્હો મંડપમાંથી ગાયબ થયોઃ કન્યાપક્ષે આખી જાનને બંધક બનાવી લીધી

દુલ્હો મંડપમાંથી ગાયબ થયોઃ કન્યાપક્ષે આખી જાનને બંધક બનાવી લીધી

Published : 16 March, 2026 01:54 PM | IST | Jharkhand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દહેજનો લોભી દુલ્હો જાન લઈને આવ્યા પછી મંડપમાંથી ગાયબ થયોઃ કન્યાપક્ષે આખી જાનને બંધક બનાવી લીધી, ઝારખંડના મજડીહા ગામમાં એક ઘરે શુકવારે સાંજે લગ્નની શરણાઈઓ વાગી રહી હતી, પણ અચાનક જ માહોલ બદલાઈ ગયો.

 દુલ્હો મંડપમાંથી ગાયબ થયોઃ કન્યાપક્ષે આખી જાનને બંધક બનાવી લીધી

દુલ્હો મંડપમાંથી ગાયબ થયોઃ કન્યાપક્ષે આખી જાનને બંધક બનાવી લીધી


ઝારખંડના મજડીહા ગામમાં એક ઘરે શુકવારે સાંજે લગ્નની શરણાઈઓ વાગી રહી હતી, પણ અચાનક જ માહોલ બદલાઈ ગયો. વાત એમ હતી કે દહેજના લોભી દુલ્હાએ જાન લઈને આવ્યા પછી મોટી ડિમાન્ડ મૂકી. એ પૂરી નહીં થાય તો લગ્ન નહીં કરે એમ કહીને તે મંડપમાંથી જ ગાયબ થઈ ગયો. અરવિંદકુમાર નામના ભાઈના ઘરે લગ્ન હતાં અને તેમને ત્યાં મોહબંદિયા નામના ગામથી જાન આવી હતી. શુક્રવારે રાતે લગ્ન કરવા જાન આવી પહોંચી હતી. જમણવાર પણ પૂરો થવામાં હતો, માત્ર દુલ્હા-દુલ્હનના ફેરા લેવાના બાકી હતા ત્યારે દહેજની ડિમાન્ડ પૂરી ન થતાં દુલ્હો ગાયબ થઈ ગયો. એ વાતે કન્યા પક્ષ એટલો ગુસ્સે ભરાયો કે તેમણે જાનમાં આવેલા ત્રીસ-ચાલીસ લોકોને ગામમાં જ બંધક બનાવી દીધા. પોલીસ જ્યારે વહેલી સવારે બંધક લોકોને છોડાવવા માટે પહોંચી તો ગામવાળાઓ અને કન્યા પક્ષે પહેલાં દુલ્હાને પાછો બોલાવવાની ડિમાન્ડ કરી. પોલીસ અને સામાજિક કાર્યકરોની મધ્યસ્થીથી બંધક જાનૈયાઓને છોડવામાં આવ્યા, પરંતુ દુલ્હા સામે ફરિયાદ નોંધવામાં આવી. લગ્ન માટે પહેલાં જ છોકરાવાળાએ લાખો રૂપિયા લઈ લીધા છે અને તિલક સમારોહ પછી પણ વધુ પૈસા આપવાનું દબાણ બનાવી રહ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

16 March, 2026 01:54 PM IST | Jharkhand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK