‘સ્ત્રી 2’ની હવે ૬૦૦ કરોડ રૂપિયાના માઇલસ્ટોન તરફ આગેકૂચ થઈ રહી છે. બુધવાર સુધીમાં આ ફિલ્મે ૫૮૮.૧૦ કરોડ રૂપિયા રળી લીધા હતા.
					 
					
`સ્ત્રી 2` ફિલ્મનું પોસ્ટર
‘જવાન’ને પછાડીને સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની ગયા પછી `સ્ત્રી 2’ની હવે ૬૦૦ કરોડ રૂપિયાના માઇલસ્ટોન તરફ આગેકૂચ થઈ રહી છે. બુધવાર સુધીમાં આ ફિલ્મે ૫૮૮.૧૦ કરોડ રૂપિયા રળી લીધા હતા. એમાં ગુરુવારનો બિઝનેસ ઉમેરાશે અને આજે નૅશનલ સિનેમા ડે નિમિત્તે માત્ર ૯૯ રૂપિયામાં ફિલ્મો જોવા મળવાની છે એટલે દર્શકો વધશે એવી ધારણા રાખવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં ‘સ્ત્રી 2’ આજે ૬૦૦ કરોડની ક્લબમાં દાખલ થાય છે કે નહીં એ જોવું રહ્યું.
 
		        	 
		         
        




 
		 
	 
								 
								 
        	