‘સ્ત્રી’ યુનિવર્સની આગામી ફિલ્મ ‘સ્ત્રી 3’ની રિલીઝ-ડેટ પોસ્ટપોન થઈ હોવાના રિપોર્ટ છે અને આ વાતની પુષ્ટિ ફિલ્મના પ્રોડ્યુસર દિનેશ વિજને જ કરી છે. થોડા સમય પહેલાં રિપોર્ટ હતા કે આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે,
સ્ત્રી 3ની રિલીઝ-ડેટ થઈ પોસ્ટપોન
‘સ્ત્રી’ યુનિવર્સની આગામી ફિલ્મ ‘સ્ત્રી 3’ની રિલીઝ-ડેટ પોસ્ટપોન થઈ હોવાના રિપોર્ટ છે અને આ વાતની પુષ્ટિ ફિલ્મના પ્રોડ્યુસર દિનેશ વિજને જ કરી છે. થોડા સમય પહેલાં રિપોર્ટ હતા કે આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે, પણ હવે આ ફિલ્મના મેકરે સ્પષ્ટતા કરી છે કે રાજકુમાર રાવ અભિનીત અને અમર કૌશિકના ડિરેક્શનમાં બનનારી આ ફિલ્મ હવે આવતા વર્ષે રિલીઝ નહીં થાય. આ સાથે જ તેમણે નવી ટાઇમલાઇન વિશે પણ સ્પષ્ટતા કરી છે.
‘સ્ત્રી 3’ વિશે વાત કરતાં દિનેશ વિજને કહ્યું હતું કે ‘અમર કૌશિક આવતા વર્ષના જૂન સુધીમાં ‘મહાવતાર’નું કામ પૂરું કરે એવી અપેક્ષા છે, ત્યાર બાદ તેઓ ‘સ્ત્રી 3’ પર કામ શરૂ કરશે. આ કારણે ‘સ્ત્રી 3’ હવે ૨૦૨૮માં આવશે. અત્યાર સુધી દર્શકોએ ફિલ્મ વિશે જે કંઈ વિચાર્યું છે એ બધું પોતાના મનમાંથી કાઢી નાખવું જોઈએ. ‘સ્ત્રી 3’ ૨૦૨૮ના સ્વતંત્રતાદિવસ અથવા ક્રિસમસની એક સારી ભેટ બની શકે છે. ‘સ્ત્રી 3’ની સ્ક્રિપ્ટ પહેલેથી જ લખાઈ ચૂકી છે, પણ એ ૨૦૨૮માં જ રિલીઝ થઈ શકશે.’
