Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નેટફ્લિક્સની ફિલ્મ ઇક્કામાં આવી રહ્યા છે સની દેઓલ અને અક્ષય ખન્ના

નેટફ્લિક્સની ફિલ્મ ઇક્કામાં આવી રહ્યા છે સની દેઓલ અને અક્ષય ખન્ના

Published : 04 February, 2026 10:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મ એક એવા વકીલની વાર્તા છે જેણે મજબૂરીમાં એક હત્યાના આરોપીનો બચાવ કરવો પડે છે

૧૯૯૭માં આવેલી ફિલ્મ ‘બૉર્ડર’ બાદ આ ફિલ્મમાં સની દેઓલ અને અક્ષય ખન્ના પહેલી વખત સાથે કામ કરી રહ્યા છે

૧૯૯૭માં આવેલી ફિલ્મ ‘બૉર્ડર’ બાદ આ ફિલ્મમાં સની દેઓલ અને અક્ષય ખન્ના પહેલી વખત સાથે કામ કરી રહ્યા છે


OTT પ્લેટફૉર્મ નેટફ્લિક્સે જાહેરાત કરી છે કે એ ‘ઇક્કા’ નામની ફિલ્મ લઈને આવી રહ્યું છે. આ ફિલ્મમાં સની દેઓલ, અક્ષય ખન્ના, તિલોત્તમા શોમ અને દિયા મિર્ઝા મુખ્ય ભૂમિકાઓમાં નજર આવશે. આ ફિલ્મ એક એવા વકીલની વાર્તા છે જેણે મજબૂરીમાં એક હત્યાના આરોપીનો બચાવ કરવો પડે છે. ફિલ્મમાં સની દેઓલ નૈતિકતા અને અનૈતિકતાની વચ્ચે ફસાયેલા વકીલનો રોલ કરી રહ્યો છે. ફિલ્મમાં કેસ જીતવા માટે વકીલને નૈતિક કે અનૈતિક ચાલનો ઉપયોગ કરવો પડે છે, કારણ કે જો તે આ કેસ હારે તો તે પોતાની જીવનની સૌથી કીમતી ચીજ ગુમાવી બેસે એવો ખતરો છે. તેનો સંઘર્ષ જ ફિલ્મને વધુ ઇન્ટેન્સ અને રસપ્રદ બનાવે છે. ૧૯૯૭માં આવેલી ફિલ્મ ‘બૉર્ડર’ બાદ આ ફિલ્મમાં સની દેઓલ અને અક્ષય ખન્ના પહેલી વખત સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ તાજેતરમાં પૂર્ણ થઈ ચૂક્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

04 February, 2026 10:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK