૨૦૨૧, ૨૦૨૩ અને આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી હરાજીમાં ફ્લૅટનો કોઈ લેવાલ નહોતો મળ્યો
હર્ષદ મહેતાનો જુહુમાં આવેલ સી-ફેસિંગ અપાર્ટમેન્ટ
હર્ષદ મહેતાના જુહુમાં આવેલા સી-ફેસિંગ અપાર્ટમેન્ટને સ્પેશ્યલ કોર્ટ દ્વારા હરાજી માટે મૂકવામાં આવ્યો છે. જાનકી કુટિરમાં વંદના કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના બીજા માળે આવેલા આ ફ્લૅટનો સુપરબિલ્ટ-અપ એરિયા ૧૧૫૦ ચોરસફુટ છે.
સિક્યૉરિટીઝ ટ્રાન્ઝૅક્શન્સને લગતા ગુનાઓ માટે સ્પેશ્યલ કોર્ટે ૧૦ ઑક્ટોબરે મિલકતને ‘ઍઝ ઇઝ ઍન્ડ વેર ઇઝ’ (જેમ છે એમ અને જ્યાં છે ત્યાં) ધોરણે વેચવાની મંજૂરી આપી હતી એટલે કે એ એની હાલની સ્થિતિમાં વેચવામાં આવશે.
ADVERTISEMENT
આ અપાર્ટમેન્ટ ખરીદવામાં રસ ધરાવતી કોઈ પણ વ્યક્તિ હરાજીમાં ભાગ લઈ શકે છે. એક અંદાજ મુજબ ફ્લૅટનો ભાવ પ્રતિ ચોરસફુટ ૪૫,૦૦૦થી ૫૫,૦૦૦ રૂપિયા છે. અગાઉ ૨૦૨૧, ૨૦૨૩ અને આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ આ અપાર્ટમેન્ટની હરાજી કરવાનો પ્રયાસ થયો હતો, પરંતુ ત્યારે કોઈએ બોલી લગાવી નહોતી.


