હજુ સુધી સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ થઈ નથી
સની દેઓલ પોલીસ-અધિકારીના યુનિફૉર્મમાં જોવા મળી રહ્યો છે
‘બટવારા 1947’ની નિષ્ફળતા પછી સની દેઓલે હવે પોતાની આગામી ફિલ્મ ‘ઍન્ટની’નું શૂટિંગ શરૂ કરી દીધું હોવાની ચર્ચા છે. હવે સોશ્યલ મીડિયા પર એક ફિલ્મના સેટ પરનો સનીનો એક વિડિયો ચર્ચામાં છે જેમાં તે પોલીસ-અધિકારીના યુનિફૉર્મમાં જોવા મળી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિડિયો તેની આગામી ફિલ્મ ‘ઍન્ટની’ના સેટ પરથી લીક થયો છે. જોકે હજુ સુધી સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ થઈ નથી.
