સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીએ પોતાના કેટલાક ડીપફેક વિડિયોના મામલે હૈદરાબાદ સાઇબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે
સુપરસ્ટાર ચિરંજીવી
સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીએ પોતાના કેટલાક ડીપફેક વિડિયોના મામલે હૈદરાબાદ સાઇબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં ચિરંજીવીએ જણાવ્યું હતું કે ‘આ નકલી વિડિયો ઓછામાં ઓછી ત્રણેક ઍડલ્ટ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યા છે. આ ક્લિપ્સનો ઉપયોગ પૈસા કમાવા માટે કરવામાં આવી રહ્યો છે અને મને અપમાનજનક અને અશ્લીલ રીતે દર્શાવવામાં આવી રહ્યો છે. આ નકલી વિડિયોમાં મને એક બૉલીવુડ-ઍક્ટ્રેસ સાથે દર્શાવવામાં આવ્યો છે.’
પ્રાથમિક તપાસ પછી ખબર પડી છે કે આ બધા ડીપફેક વિડિયો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે જેથી એ તદ્દન વાસ્તવિક દેખાય છે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને વધારે તપાસ ચાલી રહી છે.


