જોકે બન્ને સાથે સેલિબ્રેટ કરતાં જોવા નહોતાં મળ્યાં, અલગ-અલગ આવ્યાં અને ગયાં
તમન્ના ભાટિયા શુક્રવારે રવીના ટંડનના ઘરે યોજાયેલી હોલી-પાર્ટીમાં હાજરી આપી
તમન્ના ભાટિયા અને વિજય વર્મા વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે. જોકે બન્નેએ આના વિશે કોઈ નિવેદન નથી કર્યું. સામાન્ય રીતે બ્રેકઅપ પછી પ્રેમીઓ એકબીજાની સામે આવવાનું ટાળે છે, પણ એ બન્નેએ શુક્રવારે રવીના ટંડનના ઘરે યોજાયેલી હોલી-પાર્ટીમાં હાજરી આપી હતી.
ADVERTISEMENT
બન્ને હોળી ઊજવવા એક છત તળે આવ્યાં હતાં પણ સાથે જોવા નહોતાં મળ્યાં. બન્ને અલગ-અલગ આવ્યાં હતાં અને અલગ-અલગ રવાના થયાં હતાં. આ સેલિબ્રેશનમાં રવીના ટંડન, દીકરી રાશા થડાણી, રવીનાનો પતિ અનિલ થડાણી અને બીજા મિત્રો જોવા મળ્યાં હતાં.

