તમન્ના ભાટિયાએ ન્યુ યર પર્ફોર્મન્સ માટે આટલી તગડી ફી લીધી હોવાની ચર્ચા
તમન્ના ભાટિયા
ઍક્ટ્રેસ તમન્ના ભાટિયા તેના સુપરહિટ આઇટમ-નંબરને કારણે ફેમસ છે. તેના ‘આજ કી રાત’ અને ‘ગફૂર’ જેવાં ગીતો સુપરહિટ રહ્યાં છે. તાજેતરમાં ૩૧ ડિસેમ્બરે ગોવામાં એક ક્લબમાં યોજાયેલી ન્યુ યર ઇવેન્ટ દરમ્યાન તમન્નાએ જબરદસ્ત ડાન્સ-પર્ફોર્મન્સ આપ્યો હતો. તમન્નાનો આ ડાન્સ ફૅન્સને બહુ પસંદ પડી રહ્યો છે અને એનો વિડિયો સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે તમન્નાએ માત્ર ૬ મિનિટના પર્ફોર્મન્સ માટે ૬ કરોડ રૂપિયા જેટલી તગડી ફી લીધી છે. આ ભારેભરખમ ફી હાલ ચર્ચાનો વિષય બની ગઈ છે. આ સાથે તમન્ના ડાન્સ-નંબરો માટે સૌથી વધારે ફી લેતી ઍક્ટ્રેસની યાદીમાં સામેલ થઈ ગઈ છે.


