Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટૉક્સિકમાં યશ જોવા મળશે ડબલ રોલમાં

ટૉક્સિકમાં યશ જોવા મળશે ડબલ રોલમાં

Published : 22 February, 2026 01:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મના લેટેસ્ટ ટીઝરમાં આ વાતનો ખુલાસો થયો છે

યશની ‘ટૉક્સિક’નું હાલમાં ટીઝર લૉન્ચ થયું

યશની ‘ટૉક્સિક’નું હાલમાં ટીઝર લૉન્ચ થયું


૧૯ માર્ચે રિલીઝ થનારી યશની ‘ટૉક્સિક’નું હાલમાં ટીઝર લૉન્ચ થયું છે. આ ટીઝર પછી એવી ચર્ચા ચાલી હતી કે ફિલ્મમાં યશ ડબલ રોલમાં છે. કહેવાય છે કે આ રોલ યશની કરીઅરનો સૌથી ચૅલેન્જિંગ રોલ છે. ‘ટૉક્સિક’ના લેટેસ્ટ ટીઝરમાં આક્રમક અંદાજમાં દેખાતું એક પાત્ર ‘આઇ ઍમ હોમ ડૅડી’ કહે છે. આ ડાયલૉગ પછી ફૅન્સમાં ઉત્સુકતા વધી ગઈ હતી કે આ પાત્ર કોણ છે. હવે મેકર્સે ખુલાસો કર્યો છે કે આ પણ યશનું જ એક અલગ પાત્ર છે, જે ફિલ્મમાં તેની બીજી ઓળખ દર્શાવે છે. આમ ‘ટૉક્સિક’માં યશ ડબલ રોલમાં છે અને આ વિરોધાભાસી વ્યક્તિત્વો જ ફિલ્મના ડબલ રોલનું મુખ્ય આકર્ષણ બનશે.

મેકર્સના જણાવ્યા મુજબ ફિલ્મની વાર્તા સામાન્ય સસ્પેન્સ-થ્રિલરથી ઘણી વિશેષ છે. યશનાં બે પાત્રો દ્વારા એક બહારથી શાંત દેખાતો અને બીજો અંદરથી ઊકળતો સ્વભાવ દર્શાવવામાં આવશે. આ હાઈ-પ્રોફાઇલ પ્રોજેક્ટમાં ડબલ રોલ યશની અભિનયક્ષમતાને એક નવી ઊંચાઈ આપશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

22 February, 2026 01:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK