તેણે ૩૩ વર્ષની લાંબી ફિલ્મી કરીઅરને અલવિદા કહી દીધી છે
થલપતિ વિજય
૫૧ વર્ષના સાઉથ સુપરસ્ટાર થલપતિ વિજયે ઍક્ટિંગ-કરીઅરમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. તેણે ૩૩ વર્ષની લાંબી ફિલ્મી કરીઅરને અલવિદા કહી દીધી છે. તે હવે તેની છેલ્લી ફિલ્મ ‘જન નાયકન’ બાદ સંપૂર્ણપણે પોતાની રાજકીય પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK) પર ધ્યાન આપશે. વિજયે આ વાતની જાહેરાત મલેશિયામાં ‘જન નાયકન’ના ઑડિયો-લૉન્ચ દરમ્યાન કરી હતી. આ મંચ પરથી તેણે સ્પષ્ટ કહ્યું હતું કે હવે તે સંપૂર્ણપણે રાજકારણ પર ધ્યાન આપશે અને તેની પાર્ટી ૨૦૨૬માં યોજાનારી તામિલનાડુ વિધાનસભા ચૂંટણી પણ લડશે.


