Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ૧૦ કરોડ રૂપિયા ખર્ચીને પણ ન મળે એવી પબ્લિસિટી મને ફ્રીમાં મળી ગઈ

૧૦ કરોડ રૂપિયા ખર્ચીને પણ ન મળે એવી પબ્લિસિટી મને ફ્રીમાં મળી ગઈ

Published : 16 February, 2026 12:52 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ધનુષ સાથે લગ્નની અફવાઓ પર મૃણાલ ઠાકુરનો મજેદાર જવાબ

મૃણાલ ઠાકુર

મૃણાલ ઠાકુર


મૃણાલ ઠાકુરે હાલમાં ધનુષ સાથે પોતાનાં લગ્નની અફવાઓ પર ફરી પ્રતિક્રિયા આપી છે. મૃણાલ અને ધનુષ વૅલેન્ટાઇન્સ ડેના દિવસે ગુપ્ત રીતે લગ્ન કરશે એવી ચર્ચાઓ સોશ્યલ મીડિયા પર જોરશોરથી ચાલી રહી હતી. હવે આ તારીખ પસાર થઈ ગઈ છે અને મૃણાલે સ્પષ્ટ કરી દીધું છે કે તે હજી પણ સિંગલ છે.

એક ઇન્ટરવ્યુમાં મૃણાલે આ ચર્ચા વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘આ આખી બાબત મને પરેશાન કરતી નથી. મીડિયા-રિપોર્ટ મુજબ તો મારાં લગ્ન થઈ ગયાં છે. જોકે મને આખી વાતમાં સમજાયું છે કે હું ૩ કરોડ, ૬ કરોડ કે ૧૦ કરોડ રૂપિયા ખર્ચું તો પણ મને જેવી પબ્લિસિટી ન મળે એવી પબ્લિસિટી અફવાને કારણે ફ્રીમાં મળી ગઈ છે. આ કારણોસર જે લોકો આવી ખોટી અફવાઓ ફેલાવે છે તેમનો ખૂબ આભાર.’



પોતાની પર્સનલ લાઇફ વિશે વાત કરતાં મૃણાલે કહ્યું હતું કે ‘હું ખૂબ ઓપન વ્યક્તિ છું. મારી જિંદગીમાં કંઈ પણ થશે તો હું પોતે બધાને જણાવીશ. હું ગુસ્સો કરતી નથી, હસીને વાત સ્વીકારી લઉં છું. જો હું મારી ઊર્જા આવી અફવાઓ પર ખર્ચીશ તો મારી કરીઅરમાં ફોકસ નહીં કરી શકું. હું હાલ કૅમેરા સાથે રોમૅન્સ કરી રહી છું અને મારો એક જ પાર્ટનર કૅમેરા છે.’


Whatsapp-channel Whatsapp-channel

16 February, 2026 12:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK