નવમા શુક્રવારે ભારતીય બૉક્સ-ઑફિસ પર ૩૦૦ કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરી લીધો છે.
હનુમાન અંશ
ફિલ્મ ‘હનુમાન અંશ’એ રિલીઝના ૫૭મા દિવસે એટલે કે નવમા શુક્રવારે ભારતીય બૉક્સ-ઑફિસ પર ૩૦૦ કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મે નવમા શુક્રવારે ૨.૨૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જેના પગલે ભારતમાં એની કુલ નેટ બૉક્સ-ઑફિસ કમાણી ૩૦૧.૭૮ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આટલા દિવસ પછી પણ ફિલ્મની કમાણીમાં હજુ પણ ખાસ ઘટાડો જોવા મળ્યો નથી. બીજી ઑક્ટોબરે ગાંધી જયંતીની રાષ્ટ્રીય રજાના કારણે ફિલ્મના બિઝનેસને વધુ વેગ મળ્યો હતો. જોકે ‘દૃશ્યમ 3’ના આગમનને કારણે ‘હનુમાન અંશ’ના શોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, પણ આમ છતાં ફિલ્મે ૩૦૦ કરોડ રૂપિયાનો મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન જેવો આંકડો પાર કર્યો છે.
