Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લગાનનાં ૨૫ વર્ષ પર પોસ્ટલ ડિપાર્ટમેન્ટે ખાસ સ્મારક કવર અને પિક્ચર પોસ્ટકાર્ડ લૉન્ચ કર્યા

લગાનનાં ૨૫ વર્ષ પર પોસ્ટલ ડિપાર્ટમેન્ટે ખાસ સ્મારક કવર અને પિક્ચર પોસ્ટકાર્ડ લૉન્ચ કર્યા

Published : 02 July, 2026 01:20 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આમિર ખાન ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં યોજાનારા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલની ૧૭મી એડિશનમાં ભાગ લેશે

ભારતીય ટપાલ વિભાગે ‘લગાન’ને અનોખું બહુમાન અર્પણ કરતાં ફિલ્મ માટે વિશેષ સ્મારક કવર જાહેર કર્યું છે.

ભારતીય ટપાલ વિભાગે ‘લગાન’ને અનોખું બહુમાન અર્પણ કરતાં ફિલ્મ માટે વિશેષ સ્મારક કવર જાહેર કર્યું છે.


આમિર ખાનની આશુતોષ ગોવારીકર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ‘લગાન’ ૨૦૦૧ની ૧૫ જૂને થિયેટરમાં રિલીઝ થઈ હતી. ફિલ્મે બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત સફળતા મેળવી હતી. હાલમાં આમિરે ફિલ્મનાં ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરીને એની ઉજવણી કરી હતી. હવે ફિલ્મનાં ૨૫ વર્ષની આ ઐતિહાસિક સફરની ઉજવણીમાં ભારતીય ટપાલ વિભાગ પણ જોડાયો છે. 

ભારતીય ટપાલ વિભાગે ‘લગાન’ને અનોખું બહુમાન અર્પણ કરતાં ફિલ્મ માટે વિશેષ સ્મારક કવર જાહેર કર્યું છે. આ ઉપરાંત ફિલ્મને સમર્પિત ખાસ પિક્ચર પોસ્ટકાર્ડ પણ બહાર પાડવામાં આવ્યાં છે. મંગળવારે યોજાયેલા એક વિશેષ સમારોહ દરમ્યાન આ સન્માન આપવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં આમિર અને આશુતોષ બન્ને હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન આમિરે ગર્વભેર સ્મારક કવર અને પિક્ચર પોસ્ટકાર્ડ હાથમાં લઈને તસવીરો માટે પોઝ આપ્યો હતો.



આમિર ખાન મેલબર્નના ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં લગાનના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં આપશે હાજરી


આમિર ખાન ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં યોજાનારા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલની ૧૭મી એડિશનમાં ભાગ લેશે. અહીં તે પોતાની સુપરહિટ ફિલ્મ ‘લગાન’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં હાજરી આપશે. ભારતની બહાર ભારતીય સિનેમાના સૌથી મોટા ઉત્સવ મનાતા આ ફેસ્ટિવલનું આયોજન ૧૩થી ૨૩ ઑગસ્ટ દરમ્યાન મેલબર્નમાં કરવામાં આવશે. ૯ જુલાઈએ યોજાનારા ફેસ્ટિવલના પ્રારંભિક કાર્યક્રમમાં ‘લગાન’નાં ૨૫ વર્ષ પૂરાં થવાની ઉજવણી કરવામાં આવશે. આશુતોષ ગોવારીકરના ડિરેક્શનમાં બનેલી આ પિરિયડ સ્પોર્ટ્‍સ ડ્રામા ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી યાદગાર ફિલ્મોમાંની એક છે.


Whatsapp-channel Whatsapp-channel

02 July, 2026 01:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK