અજય દેવગન એકમાત્ર એવો ઇન્ડિયન ઍક્ટર છે જેની ફ્રૅન્ચાઇઝીની ફિલ્મો સૌથી વધુ સફળ થઈ છે
અજય દેવગન
ગુજરાતી ફિલ્મ ‘વંશ’ પરથી બનેલી અને આ વર્ષે રિલીઝ થયેલી અજય દેવગનની ‘શૈતાન’ની સીક્વલની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ‘શૈતાન 2’ની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. અજય દેવગને અત્યાર સુધી જે પણ ફ્રૅન્ચાઇઝીની ફિલ્મોમાં કામ કર્યું છે એ સફળ રહી છે. આમ તે પહેલો એવો ઇન્ડિયન ઍક્ટર બની ગયો છે જેની પાસે વધુ સફળ ફિલ્મોની ફ્રૅન્ચાઇઝી છે. તેણે અત્યાર સુધી ‘ગોલમાલ’, ‘સિંઘમ’, ‘દૃશ્યમ’ અને ‘ધમાલ’ જેવી ફિલ્મોની ફ્રૅન્ચાઇઝીમાં કામ કર્યું છે અને લોકોને આ ફિલ્મો ગમી પણ છે. અજય દેવગને તેની આગામી ફિલ્મ ‘સન ઑફ સરદાર 2’નું શૂટિંગ યુનાઇટેડ કિંગડમ (UK)માં શરૂ કર્યું છે. તેની ‘રેઇડ’ અને ‘દે દે પ્યાર દે’ની પણ સીક્વલ પર કામ ચાલી રહ્યું છે.