Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બર્થ-ડેની કેક કેમ ઓછી ખાધી વરુણ ધવને?

બર્થ-ડેની કેક કેમ ઓછી ખાધી વરુણ ધવને?

25 April, 2024 05:51 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેનું કહેવું છે કે તે જલદી નવી ફિલ્મમાં કામ કરવાનો હોવાથી કેક ઓછી ખાધી હતી.

વરૂણ ધવન

વરૂણ ધવન


વરુણ ધવનનો ગઈ કાલે બર્થ-ડે હતો અને સેલિબ્રેશનમાં તેણે જ કેક ઓછી ખાધી. તેનું કહેવું છે કે તે જલદી નવી ફિલ્મમાં કામ કરવાનો હોવાથી કેક ઓછી ખાધી હતી. ગઈ કાલે તે ૩૭ વર્ષનો થયો હતો. તેની ‘બેબી જૉન’ આ વર્ષે ૩૧ મેએ રિલીઝ થવાની છે. બર્થ-ડે સેલિબ્રેશનના ફોટો વરુણે શૅર કર્યા હતા. એમાં તેની મમ્મી કરુણા ધવન, વાઇફ નતાશા દલાલ અને તેમનો ડૉગી પણ છે. બર્થ-ડેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વરુણે કૅપ્શન આપી, ‘આગળ વધી રહ્યો છું, નવું શીખી રહ્યો છું અને સાથે જ એકસમાન રહેવાનો પ્રયાસ કરું છું. મને આપેલી શુભેચ્છાઓ માટે સૌનો આભાર. તા.ક. મેં ખૂબ ઓછી કેક ખાધી હતી, કેમ કે હું ટૂંક સમયમાં નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનો છું અને એને લઈને ખૂબ એક્સાઇટેડ પણ છું.’


Whatsapp-channel Whatsapp-channel

25 April, 2024 05:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK