આવી વિગતો સાથેની સ્ટારકપલની નિમંત્રણ પત્રિકા સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનાં લગ્નનું વાયરલ કાર્ડ
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનાં લગ્નની ચર્ચાઓ ફરી તેજ બની છે. થોડા મહિના પહેલાં વિજયની ટીમ દ્વારા તેમનાં લગ્નના અહેવાલોની પુષ્ટિ કરવામાં આવી હતી. હવે સોશ્યલ મીડિયામાં એક લગ્નનિમંત્રણ વાઇરલ થયું છે જે બન્નેનાં લગ્નનું આમંત્રણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વાઇરલ થયેલા કાર્ડ મુજબ બન્ને ૨૬ ફેબ્રુઆરીએ નજીકના પરિવારજનોની હાજરીમાં એક ખાનગી અને સરળ સમારંભમાં લગ્ન કરશે. ત્યાર બાદ ૪ માર્ચે હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન યોજાશે.
આ વાઇરલ કાર્ડમાં સંદેશ લખાયો છે કે ‘અમારા પરિવારના પ્રેમ અને આશીર્વાદ સાથે રશ્મિકા અને હું ૨૬-૦૨-’૨૬ના એક નાના અને આત્મીય સમારંભમાં લગ્ન કરી રહ્યાં છીએ. જીવનના આ નવા અધ્યાયની શરૂઆતમાં અમારા જીવનપ્રવાસનો ભાગ રહેલા તમામ લોકો સાથે આ ખુશી વહેંચવી અમારા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આપની હાજરી અને આશીર્વાદ આ પ્રસંગને વધુ વિશેષ બનાવશે.’
ADVERTISEMENT
આગળ રિસેપ્શન વિશે લખાયું છે, ‘આપને અમારા લગ્ન-રિસેપ્શન માટે હાર્દિક આમંત્રણ. બુધવાર, ૦૪ માર્ચ ૨૦૨૬, સાંજે ૭:૦૦ વાગ્યાથી, તાજ ક્રિષ્ના, બંજારા હિલ્સ, હૈદરાબાદ. આપ સાથે મળીને ઉજવણી કરવાની આશા રાખીએ છીએ.’
કેટલાક રિપોર્ટ મુજબ આ કાર્ડ મીડિયાને મોકલવામાં આવ્યું છે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલું આ આમંત્રણ ખરેખર સત્તાવાર છે કે નહીં એની કોઈ અધિકૃત પુષ્ટિ હજી સુધી થઈ નથી.
શાદી મુબારક! ઍરપોર્ટ પર ફોટોગ્રાફરે રશ્મિકાને આવી શુભેચ્છા આપી, પણ તેણે કોઈ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા ગણતરીના દિવસોમાં લગ્ન કરી લેશે એવી ચર્ચા છે. બન્ને ઘણાં વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાનું માનવામાં આવે છે, પરંતુ તેમણે પોતાના સંબંધ વિશે જાહેરમાં ક્યારેય સ્પષ્ટતા નથી કરી. ગઈ કાલે લગ્નની ચર્ચા વચ્ચે રશ્મિકા મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળી હતી. આ સમયે ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા પછી તે જ્યારે ટર્મિનલ તરફ જઈ રહી હતી ત્યારે એક ફોટોગ્રાફરે તેને ‘શાદી મુબારક’ કહી શુભેચ્છા પાઠવી. આ સમયે રશ્મિકાએ કોઈ પ્રતિભાવ આપવાને બદલે સ્મિત કરીને કહ્યું કે ‘તમે શું કહી રહ્યા છો એ મને ખબર નથી.’ આમ રશ્મિકાએ તેનાં લગ્નની ચર્ચા વિશે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવાનું કે અભિપ્રાય આપવાનું ટાળ્યું હતું.


