Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તમન્ના ભાટિયા સાથે થયેલા બ્રેક-અપ બાદ મને બહુ ટ્રોલ કરવામાં આવ્યો હતો

તમન્ના ભાટિયા સાથે થયેલા બ્રેક-અપ બાદ મને બહુ ટ્રોલ કરવામાં આવ્યો હતો

Published : 15 April, 2026 10:28 AM | Modified : 15 April, 2026 10:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિજય વર્માએ લાઇમલાઇટથી દૂર રહેવાના પોતાના નિર્ણય પાછળના કારણનો ખુલાસો કર્યો

તમન્ના ભાટિયા સાથે વિજય વર્માની ફાઇલ તસવીર

તમન્ના ભાટિયા સાથે વિજય વર્માની ફાઇલ તસવીર


વિજય વર્માએ હાલમાં પોતાની વ્યક્તિગત જિંદગી અને ઑનલાઇન ટ્રોલિંગ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. થોડા સમય પહેલાં વિજય વર્મા અને તમન્ના ભાટિયાનું લગભગ બે વર્ષના સંબંધ પછી બ્રેક-અપ થયું હતું જે ઘણું ચર્ચામાં રહ્યું. બ્રેક-અપ બાદ વિજય વર્માને સોશ્યલ મીડિયા પર ભારે ટ્રોલિંગ અને નકારાત્મક ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે તેણે થોડા સમય માટે લાઇમલાઇટથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો.

પોતાના આ નિર્ણય પાછળનું કારણ જણાવતાં વિજય વર્માએ કહ્યું હતું કે ‘પહેલાં જો કોઈ જાહેરમાં કોઈ વિશે ખરાબ બોલતું તો એને ખોટું માનવામાં આવતું હતું, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. જે લોકો ગાળો આપે છે તેમને કોઈ રોકતું નથી અને જે વ્યક્તિને ટ્રોલ કરવામાં આવે છે તેના વિરુદ્ધ વધુ લોકો બોલવા લાગે છે. આજના સમયમાં લોકોની વ્યક્તિગત જિંદગી અને નિર્ણયોની રોજ ચર્ચા થાય છે જે માનસિક દબાણ વધારતું હોય છે. આ કારણે જ મેં લાઇમલાઇટથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

15 April, 2026 10:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK