Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોને મળી શકે છે આશા ભોસલેની કરોડોની પ્રૉપર્ટી?

કોને મળી શકે છે આશા ભોસલેની કરોડોની પ્રૉપર્ટી?

Published : 15 April, 2026 07:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિગ્ગજ ગાયિકા આશા ભોસલેના નિધન પછી તેમની સંપત્તિ અને વારસદારો વિશે ચર્ચા ચાલી રહી છે.

આશા ભોસલે

આશા ભોસલે


દિગ્ગજ ગાયિકા આશા ભોસલેના નિધન પછી તેમની સંપત્તિ અને વારસદારો વિશે ચર્ચા ચાલી રહી છે. મળતી માહિતી પ્રમાણે આશા ભોસલેની કુલ નેટવર્થ આશરે ૧૦૦ કરોડથી ૨૫૦ કરોડ રૂપિયા વચ્ચે માનવામાં આવે છે. આ સંપત્તિ તેમણે લાંબી મ્યુઝિક-કરીઅર, રૉયલ્ટી, લાઇવ કૉન્સર્ટ્સ અને આંતરરાષ્ટ્રીય રેસ્ટોરાં બિઝનેસ દ્વારા કમાઈ છે. આ મિલકત વિશે અત્યાર સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી કે તેમની સંપત્તિ કોને મળશે, પરંતુ પરિવારની સ્થિતિને જોતાં માનવામાં આવે છે કે તેમની મિલકતનો મોટો હિસ્સો તેમના નાના પુત્ર આનંદ ભોસલે અને નજીકના પરિવારજનોને મળી શકે છે.

આશા ભોસલેના પરિવારની વાત કરીએ તો તેમનાં ત્રણ સંતાનો હતાં. મોટા પુત્ર હેમંત ભોસલેનું કૅન્સરને કારણે તેમ જ દીકરી વર્ષા ભોસલેનું સુસાઇડ કરવાને લીધે અવસાન થયું હતું. હાલ આશા ભોસલેનો નાનો દીકરો આનંદ ભોસલે જીવિત છે જે તેમની કરીઅર અને બિઝનેસ સંભાળતો હતો. આ સંજોગોમાં મોટા ભાગની પ્રૉપર્ટી તેને જ મળે એવી શક્યતા છે.  


Whatsapp-channel Whatsapp-channel

15 April, 2026 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK