Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઑન સાઇકલ અભિયાનનો ભાગ બન્યો વિક્રાન્ત મેસી

ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઑન સાઇકલ અભિયાનનો ભાગ બન્યો વિક્રાન્ત મેસી

Published : 08 June, 2026 10:28 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઑન સાઇકલ’ અભિયાનનો મુખ્ય હેતુ લોકોને સક્રિય જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે

વિક્રાન્ત મેસી તાજેતરમાં દિલ્હીમાં આયોજિત ‘ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઑન સાઇકલ’ અભિયાનની ૭૭મી એડિશનમાં જોડાયો હતો

વિક્રાન્ત મેસી તાજેતરમાં દિલ્હીમાં આયોજિત ‘ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઑન સાઇકલ’ અભિયાનની ૭૭મી એડિશનમાં જોડાયો હતો


અભિનેતા વિક્રાન્ત મેસી તાજેતરમાં દિલ્હીમાં આયોજિત ‘ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઑન સાઇકલ’ અભિયાનની ૭૭મી એડિશનમાં જોડાયો હતો. એ દરમ્યાન તેણે લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગ્રત રહેવાની અને પ્રદૂષણ ઘટાડવા માટે સાઇક્લિંગ અપનાવવાની અપીલ કરી હતી.

કાર્યક્રમ દરમ્યાન વિક્રાન્ત મેસીએ કહ્યું હતું કે સાઇકલ ચલાવવું માત્ર શરીરને ફિટ રાખવામાં જ મદદરૂપ નથી બનતું, પર્યાવરણની સુરક્ષામાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે. વિક્રાન્તે લોકોને સંદેશ આપ્યો હતો કે ‘સેહત બનાઓ, પ્રદૂષણ ભગાઓ’ અને રોજિંદા જીવનમાં સાઇકલનો વધુ ઉપયોગ કરો.



‘ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઑન સાઇકલ’ અભિયાનનો મુખ્ય હેતુ લોકોને સક્રિય જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ અભિયાન અંતર્ગત દેશભરમાં નિયમિત રીતે સાઇકલ-રૅલીઓ અને ફિટનેસ સંબંધિત કાર્યક્રમ યોજાય છે.


Whatsapp-channel Whatsapp-channel

08 June, 2026 10:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK