બૉલીવુડના એક મોટા ઍક્ટરને લગ્નના બે મહિના બાદ જ તેની પત્નીએ અન્ય હિરોઇન સાથે નગ્ન અવસ્થામાં પકડી પાડ્યો હતો
વિશાલ પંજાબી
ફિલ્મમેકર વિશાલ પંજાબી જે ‘ધ વેડિંગ ફિલ્મર’ તરીકે પણ ઓળખાય છે, તેણે એવો દાવો કર્યો છે કે બૉલીવુડનો એક ઍક્ટર તેનાં લગ્નના બે મહિના બાદ જ અન્ય ઍક્ટ્રેસ સાથે નગ્ન અવસ્થામાં પકડાયો હતો. સેલિબ્રિટીઝનાં લગ્નના શૂટિંગ માટે વિશાલ પંજાબી ખૂબ જ ફેમસ છે. તેણે દીપિકા પાદુકોણ-રણવીર સિંહ, અનુષ્કા શર્મા-વિરાટ કોહલી અને સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી જેવી ઘણી સેલિબ્રિટીઝનાં લગ્નનાં આલબમ અને વિડિયો બનાવ્યાં છે. તેણે જેનાં લગ્નનું શૂટિંગ કર્યું છે એમાંથી કોઈને ડિવૉર્સ થયા છે ખરા? આ સવાલનો જવાબ આપતાં વિશાલ પંજાબી કહે છે, ‘એ સિલિબ્રિટીઝ સાથે થાય છે. બૉલીવુડના એક મોટા ઍક્ટરે લગ્નના બે મહિના બાદ જ તેની પત્ની સાથે ચીટિંગ કર્યું હતું. બૉલીવુડના સેટ પર એ ઍક્ટરની મેકઅપ વૅનમાં જ તેની પત્નીએ તેને અન્ય ઍક્ટ્રેસ સાથે નગ્ન અવસ્થામાં પકડ્યો હતો. તેની વાઇફે તેને પકડ્યો હતો અને તેણે કહી દીધું હતું કે હવે તેને વેડિંગ ફિલ્મ પણ નથી જોઈતી. મેં દુલ્હાને ફોન કર્યો, તેણે ઉપાડ્યો નહીં. મેં દુલ્હનને ફોન કર્યો તેણે કહ્યું મને ફિલ્મ નથી જોઈતી. આથી મેં દુલ્હાના મૅનેજરને ફોન કર્યો હતો. તેણે કહ્યું હતું કે તેમને આ ફિલ્મ હવે નથી જોઈતી. મેં તેને કહ્યું કે હું શું કરું, આ ફિલ્મને નેટફ્લિક્સને વેચી દઉં? એ પહેલાં મારા કૉન્ટ્રૅક્ટમાં હતું કે અડધી રકમ ઍડ્વાન્સ અને અડધી રકમ હું ફિલ્મ આપું પછી. જોકે આ ઘટના બાદ હું હવે સો ટકા ઍડ્વાન્સ પેમેન્ટ લઉં છું.’
ચીટિંગ કરનાર હીરો વિશે વાત કરતાં વિશાલ કહે છે, ‘ફિલ્મમાં દુલ્હો રડતાં-રડતાં કહે છે ‘આઇ લવ યુ, બેબી.’ આ મગરમચ્છનાં આંસુ હતાં. તે મોટો બૉલીવુડનો હીરો છે. હું નામ નહીં લઉં. જોકે આ ફુટેજની વૅલ્યુ લાખોમાં છે. આ એક કૉમેડી ફિલ્મ છે અને એને વેચીને હું ઘણા પૈસા કમાઈ શકું એમ છું. આ એ ઍક્ટરને પણ ખબર હશે કે હું તેની વાત કરી રહ્યો છું.’

