° °

આજનું ઇ-પેપર
Monday, 27 September, 2021


શેનો ડર લાગે છે અક્ષયકુમારને?

13 September, 2021 10:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

હું મારા પેરન્ટ્સનો પણ આભારી છું. સાથે જ હું દિલથી મારા તમામ ફૅન્સનો આભાર માનું છું. હું આજે જ્યાં પહોંચ્યો છું ત્યાં તેમના કારણે જ પહોંચ્યો છું. એ બધા લોકો મારા માટે ખૂબ અગત્યના છે.

શેનો ડર લાગે છે અક્ષયકુમારને?

શેનો ડર લાગે છે અક્ષયકુમારને?

અક્ષયકુમારને હંમેશાં એક વાતનો ડર લાગે છે અને એ ડરને તે ‘ગુડ ફિયર્સ’ ગણાવે છે. માર્શલ આર્ટ્સમાં માસ્ટર અને ઍક્શન હીરો અક્ષયકુમારને નાનકડા ટેબલ પરથી પડી જવાનો ડર લાગે છે. તેને ઈજા થવાનો ભય લાગે છે. એ વિશે અક્ષયકુમારે કહ્યું હતું કે ‘મને દરેક બાબતનો ડર લાગે છે અને એ બધા ‘ગુડ ફિયર્સ’ છે. મને તો સ્ટૂલ પરથી પડી જવાનો પણ ડર લાગે છે, કારણ કે મારે મારી જાતની ખૂબ કાળજી લેવાની હોય છે. હું એ વાતની ખાતરી રાખું છું કે મારા પગમાં કે ઘૂંટણમાં કોઈ ઈજા ન થાય.’
ઇન્સ્ટાગ્રામ પર તેના ૫૪.૪ મિલ્યન ફૉલોઅર્સ છે અને ટ્‍‍વિટર પર ૪૨.૧ મિલ્યન ફૉલોઅર્સ છે. એથી તેના પર લોકોને વધુ અપેક્ષા હોય એ સ્વાભાવિક છે. પોતાના ફૅન્સ પ્રતિ આભાર વ્યક્ત કરતાં અક્ષયકુમારે કહ્યું હતું કે ‘હું ખૂબ ખુશ છું, નમ્ર અને તેમનો આભારી છું. આના માટે હું મારા પેરન્ટ્સનો પણ આભારી છું. સાથે જ હું દિલથી મારા તમામ ફૅન્સનો આભાર માનું છું. હું આજે જ્યાં પહોંચ્યો છું ત્યાં તેમના કારણે જ પહોંચ્યો છું. એ બધા લોકો મારા માટે ખૂબ અગત્યના છે.’

મમ્મીના નિધન બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલા પત્રથી ભાવવિભોર થયો અક્ષયકુમાર

Letter from PM Modi

અક્ષયકુમારની મમ્મી અરુણા ભાટિયાનું ૮ સપ્ટેમ્બરે અવસાન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતાં. હાલમાં અક્ષયકુમાર વાઇફ ટ્વિન્કલ ખન્ના અને બન્ને બાળકો સાથે દેશની બહાર ગયો છે. તે લંડનમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તેની મમ્મીની તબિયત વધુ ખરાબ થતાં તે મુંબઈ દોડી આવ્યો હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી અનેક સેલિબ્રિટીઝ દુઃખની આ ઘડીમાં તેને સાંત્વના આપવા પહોંચી ગયા હતા. એવામાં હવે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લાગણીથી છલોછલ એક પત્ર અક્ષયકુમારના નામે લખ્યો છે. એ પત્રમાં તેમણે અક્ષયકુમારની પ્રશંસા કરી છે. અક્ષયકુમારે કરેલી અથાક જર્નીનું એમાં વર્ણન કરવામાં આવ્યું છે. આ પત્રને ટ્‍‍વિટર પર શૅર કરીને અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે ‘મમ્મીના નિધન બાદ તમારા સાંત્વના ભરેલા શબ્દોનો આભાર. માનનીય વડા પ્રધાને સમય કાઢીને દાખવેલી ખેવનાથી અને મારા દિવંગત પેરન્ટ્સ પ્રતિ જે હૂંફ વ્યક્ત કરી છે એનો હું આભારી છું. આ લાગણીથી છલોછલ શબ્દો હંમેશાં મારી સાથે રહેશે. જય અંબે.’

13 September, 2021 10:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

યશરાજ ફિલ્મ્સની મોટી જાહેરાત, આ 4 ફિલ્મો મોટા પડદા પર રિલીઝ થશે, તારીખો જાહેર

જે ચાર ફિલ્મોની રિલીઝ તારીખો જાહેર કરવામાં આવી છે તેમાં બંટી ઔર બબલી 2, પૃથ્વીરાજ, જયેશભાઈ જોરદાર અને શમશેરાનું નામ છે.

26 September, 2021 05:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

Daughter’s Day 2021 : અમિતાભ બચ્ચન સહિત આ સેલેબ્સે ખાસ પોસ્ટ સાથે કરી ઉજવણી

પિતા-પુત્રી એક બીજા સાથે ખૂબ જ સરસ અને જાદુઈ બંધન શેર કરે છે.

26 September, 2021 04:46 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

રણવીર સિંહની ફિલ્મ 83 આ ક્રિસમસમાં થશે રિલીઝ

ભારતની 1983ના વર્લ્ડ કપમાં જીત પર આધારિત બહુપ્રતીક્ષિત ફિલ્મ 83 આ વર્ષે ક્રિસમસમાં રિલીઝ થવાની છે.

26 September, 2021 03:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK