આમિર ખાનના બાંદરા ખાતેના ઘરે ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS)ના પચીસ અધિકારીઓની ટીમ પહોંચી હતી
આમિર ખાન
રવિવારે સાંજે આમિર ખાનના બાંદરા ખાતેના ઘરે ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS)ના પચીસ અધિકારીઓની ટીમ પહોંચી હતી જેના પછી જાત-જાતની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. હવે આ IPS અધિકારીઓની મુલાકાત પાછળનું સાચું કારણ જાણવા મળ્યું છે. આમિરની ટીમે જણાવ્યું કે અત્યારના બૅચના ટ્રેઇની ઑફિસરો આમિરને મળવા માગતા હતા એટલે આમિરે તેમને પોતાના ઘરે બોલાવ્યા હતા. બધાએ ત્યાં મળીને વાતચીત કરી હતી અને પછી વિદાય લીધી હતી.

