આ નવી શરૂઆતની સફળતા માટે એકતા કપૂર અને સ્મૃતિ ઈરાની રવિવારે શ્રીનાથજીના આશીર્વાદ લેવા માટે નાથદ્વારા પહોંચ્યાં હતાં. અહીં બન્નેએ શ્રીનાથજી મંદિરમાં ઉત્થાપન ઝાંખીનાં દર્શન કર્યાં અને પ્રભુના આશીર્વાદ લીધા.
અનુપમાએ તુલસીને કર્યો વીડિયો કૉલ
અનેક વર્ષો સુધી લોકોના દિલ પર રાજ કર્યા પછી અને ભારતીય ટેલિવિઝનને એક નવી ઓળખ અપાવ્યા પછી, ટીવી સિરિયલ `ક્યુંકી સાસ ભી કભી બહુ થી` ફરી એકવાર આજે રાત્રે 10:30 વાગ્યે ફક્ત સ્ટાર પ્લસ પર તેના નવા સિઝનને લઈને પરત ફરી રહી છે. એક સમયે દરેક ઘરનો ભાગ બનેલો આ પ્રતિષ્ઠિત ટીવી શો હવે નવી વાર્તાઓ, નવા પાત્રો અને તુલસીના એ જ અમૂલ્ય મૂલ્યો સાથે પાછો ફર્યો છે જે એક સમયે આખા પરિવારોને એક સાથે ટેલિવિઝનની સામે રાખતો હતો. શોના ભાવનાત્મક મૂળ અને પરંપરાઓના વારસા સાથે, `ક્યુંકી` ફરી એકવાર પેઢીઓને જોડશે અને દરેક ઘરમાં સ્ત્રીના અવાજની શક્તિને જીવંત કરશે.
એક સુંદર ક્ષણમાં શોના નિર્માતાઓએ તાજેતરમાં એક ખાસ પ્રોમો રજૂ કર્યો જેમાં અનુપમા વીડિયો કૉલ દ્વારા તુલસી સાથે વાતચીત કરી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. વાતચીત ખૂબ જ સરળ હતી. અનુપમા સ્માઇલ કરે છે અને કહે છે, "પરિવારમાં આપનું સ્વાગત છે તુલસી જી." ટીવી જગતની એક પ્રતિષ્ઠિત મહિલા દ્વારા બીજી પ્રતિષ્ઠિત મહિલાને ટ્રિબ્યુટ, એક સુંદર બંધન અને બંને પાત્રોએ ટેલિવિઝનની દુનિયામાં લીધેલી સફરની ઉજવણીનો ક્ષણ હતો.
ADVERTISEMENT
ભારતીય ટીવીના બે સૌથી પ્રિય પાત્રો, તુલસી અને અનુપમાની આ ખાસ મુલાકાતે શો માટે દર્શકોનો ઉત્સાહ વધારી દીધો છે. દેશભરના લોકો હવે તુલસીના તેમના ઘરો અને હૃદયમાં ફરી પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ક્ષણ જૂની યાદો, લાગણીઓ અને ખુશીઓનો સમાવેશ કરે છે અને આ જોડાણ એક નવી સફરની શરૂઆત દર્શાવે છે. આજથી દરરોજ રાત્રે 10:30 વાગ્યે ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ ફક્ત સ્ટાર પ્લસ પર ટેલેકાસ્ટ થવા જઈ રહ્યો છે.
View this post on Instagram
નવી શરૂઆત પહેલા શ્રીનાથજી પહોંચ્યા એકતા કપૂર અને સ્મૃતિ ઈરાની
આ નવી શરૂઆતની સફળતા માટે એકતા કપૂર અને સ્મૃતિ ઈરાની રવિવારે શ્રીનાથજીના આશીર્વાદ લેવા માટે નાથદ્વારા પહોંચ્યાં હતાં. અહીં બન્નેએ શ્રીનાથજી મંદિરમાં ઉત્થાપન ઝાંખીનાં દર્શન કર્યાં અને પ્રભુના આશીર્વાદ લીધા. એકતા અને સ્મૃતિએ મોતી મહેલ દરવાજાથી મંદિરમાં પ્રવેશ કર્યો. આ સમયે મંદિરની પરંપરા મુજબ બન્નેનું ઉપરણું ઓઢાડીને અને પ્રસાદ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
શ્રીનાથજીનાં દર્શન સમયે તેમણે તિલકાયત પુત્ર વિશાલ બાવા પાસેથી આશીર્વાદ લીધા અને શ્રીનાથજીની પરંપરા તથા સંસ્કૃતિ વિશે ચર્ચા પણ કરી. સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે આ ધારાવાહિક તેમના જીવનનો એક મહત્ત્વનો તબક્કો રહ્યો છે અને શોની શરૂઆત પહેલાં શ્રીનાથજીનાં દર્શન તેમના માટે આશીર્વાદ સમાન છે. નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં તિલકાયત એ એક આદરણીય પદવી છે જે વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના આધ્યાત્મિક વડા અને મંદિરના મુખ્ય પૂજારીને આપવામાં આવે છે. તિલકાયત પુત્ર વિશાલ બાવા એ શ્રીનાથજી મંદિરના વર્તમાન તિલકાયતના પુત્ર છે. તેઓ શ્રીનાથજીની સેવા અને મંદિરની પરંપરાઓ સાથે સંકળાયેલા છે.

