Indian Origin Pilot Arrested from Cockpit: ડેલ્ટા ઍરલાઇન્સના સહ-પાયલોટ રુસ્તમ ભગવાગરની સાન ફ્રાન્સિસ્કો ઍરપોર્ટ પર જાતીય શોષણના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. ફ્લાઇટ લૅન્ડ થયા પછી તરત જ, અધિકારીઓએ કોકપીટમાં જઈને તેને કસ્ટડીમાં લીધો હતો.
પ્રતીકાત્મક તસવીર અને રુસ્તમ ભગવાગર (સૌજન્ય: મિડ-ડે, સોશિયલ મીડિયા)
ડેલ્ટા ઍરલાઇન્સના સહ-પાયલોટ રુસ્તમ ભગવાગરની સાન ફ્રાન્સિસ્કો ઍરપોર્ટ પર જાતીય શોષણના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. ફ્લાઇટ લૅન્ડ થયા પછી તરત જ, અધિકારીઓએ કોકપીટમાં જઈને તેને કસ્ટડીમાં લીધો હતો. આ ઘટનાથી સાથી પાયલટ પણ ચોંકી ગયા હતા. રુસ્તમ પર 10 વર્ષથી ઓછી ઉંમરની છોકરી પર જાતીય શોષણ કરવાનો આરોપ છે. 10 વર્ષથી ઓછી ઉંમરના બાળક સાથે મૌખિક સમાગમના પાંચ ગુનામાં શંકાસ્પદ તરીકે ઓળખાયા બાદ ભગવાગરની ધરપકડ કરવામાં આવી છે.
લૅન્ડ થયાના ૧૦ મિનિટ પછી જાતીય શોષણના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી
અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ભારતીય મૂળના પાઇલટની ધરપકડ કરવામાં આવી છે. ૩૪ વર્ષીય રૂસ્તમ ભગવાગર ડેલ્ટા ઍરલાઇન્સના કો-પાઇલટ હતો અને રવિવારે સવારે ૭ વાગ્યે, ફ્લાઇટ લૅન્ડ થયાના ૧૦ મિનિટ પછી જાતીય શોષણના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
રુસ્તમની ધરપકડ ત્યારે કરવામાં આવી જ્યારે મુસાફરો ઉતરવાની તૈયારી કરી રહ્યા હતા
કોન્ટ્રા કોસ્ટા કાઉન્ટી શેરિફ વિભાગના અધિકારીઓ અને હોમલૅન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશનના એજન્ટ્સે મિનિયાપોલિસથી આવેલા ડેલ્ટા ફ્લાઇટ 2809, બોઇંગ 757-300 ના કોકપીટમાં ધસી ગયા. અહેવાલ મુજબ, રુસ્તમની ધરપકડ ત્યારે કરવામાં આવી જ્યારે મુસાફરો ઉતરવાની તૈયારી કરી રહ્યા હતા.
`કો-પાયલટને હાથકડી પહેરાવીને લઈ જવામાં આવ્યા`
સાક્ષીઓનું કહેવું છે કે વિમાન ઉતરતાની સાથે જ ઓછામાં ઓછા 10 એજન્ટ્સ ફ્લાઇટમાં ચઢી ગયા અને પાઇલટને કસ્ટડીમાં લઈ ગયા. એક મુસાફરે સાન ફ્રાન્સિસ્કો ક્રોનિકલને જણાવ્યું, "વિવિધ એજન્સીઓના બેજ, બંદૂકો અને જેકેટ/ચિહ્ન ધરાવતા અધિકારીઓ અને એજન્ટ્સ કોરિડોર દ્વારા કોકપીટમાં પ્રવેશ્યા અને સહ-પાયલટને હાથકડી પહેરાવીને લઈ ગયા."
ADVERTISEMENT
રુસ્તમનો સાથી પાઇલટ પણ ચોંકી ગયો
રુસ્તમ ભગવાગરનો સાથી પાઇલટ કહે છે કે તે ચોંકી ગયો હતો અને રુસ્તમની ધરપકડ વિશે તેને કંઈ ખબર નહોતી. કદાચ તેને ધરપકડ વિશે કહેવામાં આવ્યું ન હતું કારણ કે એવો ડર હતો કે તે ભગવાગરને જાણ કરી દેશે, કારણ કે એજન્ટ તેને જાણ કર્યા વિના તેની ધરપકડ કરવા માગતા હતા.
એક બાળક સામે જાતીય ગુનાઓનો અહેવાલ મળ્યા બાદ અરેસ્ટ
કોન્ટ્રા કોસ્ટા શેરિફની ફેસબુક પોસ્ટ અનુસાર, એક બાળક સામે જાતીય ગુનાઓનો અહેવાલ મળ્યા બાદ એપ્રિલ 2025 થી ડિટેક્ટીવ્સ તપાસ કરી રહ્યા છે. બાદમાં શંકાસ્પદ વ્યક્તિ માટે ધરપકડ વોરંટ મેળવવામાં આવ્યું હતું.
બાળક સાથે મૌખિક સમાગમના પાંચ ગુનામાં ભગવાગરની ધરપકડ કરવામાં આવી
એપ્રિલમાં 10 વર્ષથી ઓછી ઉંમરના બાળક સાથે મૌખિક સમાગમના પાંચ ગુનામાં શંકાસ્પદ તરીકે ઓળખાયા બાદ ભગવાગરની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં તે માર્ટિનેઝ ડિટેન્શન ફેસિલિટીમાં રાખવામાં આવ્યો છે અને તેના જામીનની રકમ 5 મિલિયન ડૉલર નક્કી કરવામાં આવી છે.

