Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પહેલાં ૧૫૦ કરોડ રૂપિયાની ઑફર ઠુકરાવી અને હવે ઑફર થઈ રહ્યા છે માંડ ૩૦ કરોડ રૂપિયા

પહેલાં ૧૫૦ કરોડ રૂપિયાની ઑફર ઠુકરાવી અને હવે ઑફર થઈ રહ્યા છે માંડ ૩૦ કરોડ રૂપિયા

Published : 08 September, 2026 12:07 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યશની ટૉક્સિક બૉક્સ-ઑફિસ પર નબળી સાબિત થઈ એને પગલે OTT રાઇટ્સની કિંમતોમાં કડાકો

યશની ટૉક્સિક ફિલ્મ

યશની ટૉક્સિક ફિલ્મ


યશ, નયનતારા, કિઆરા અડવાણી, તારા સુતરિયા, હુમા કુરેશી અને રુક્મિણી વસંતને ચમકાવતી ગીતુ મોહનદાસની ફિલ્મ ‘ટૉક્સિક’ની ગણતરી વર્ષની સૌથી મોટી ફિલ્મ તરીકે થતી હતી. જોકે શાનદાર શરૂઆત પછી ફિલ્મ બૉક્સ-ઑફિસ પર સતત નીચે સરકતી ગઈ અને હાલ એ ફ્લૉપ સાબિત થઈ રહી છે.
ફિલ્મના નિરાશાજનક પ્રદર્શનની અસર હવે એના OTT રાઇટ્સ પર પણ પડી શકે છે, કારણ કે રિલીઝ પહેલાં મેકર્સે ફિલ્મ કોઈ પણ ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મને વેચી નહોતી. મળતી માહિતી પ્રમાણે રિલીઝ પહેલાં એક OTT પ્લૅટફૉર્મે ‘ટૉક્સિક’ના પોસ્ટ-થિયેટ્રિકલ ડિજિટલ સ્ટ્રીમિંગ રાઇટ્સ માટે ૧૫૦ કરોડ રૂપિયાની જંગી ઑફર આપી હતી. જોકે મેકર્સ ૨૦૦ કરોડ રૂપિયાની માગણી પર અડગ રહ્યા હતા. હકીકતમાં યશને પૂરો વિશ્વાસ હતો કે ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ધમાકેદાર સફળતા મેળવશે અને ત્યાર બાદ ૨૦૦ કરોડ રૂપિયાની ડીલ સરળતાથી મળી જશે.
રિપોર્ટ પ્રમાણે હવે પરિસ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ છે. હાલમાં ડિજિટલ પ્લેયર્સ આ ફિલ્મને તમામ ભાષાઓના પોસ્ટ-થિયેટ્રિકલ સ્ટ્રીમિંગ રાઇટ્સ માટે માત્ર ૩૦ કરોડ રૂપિયા જેટલી નીચી ઑફર આપી રહ્યા છે અને અત્યાર સુધીની સૌથી મોટી ઑફર ઝી5 તરફથી આવી છે. સાથે જ એવી પણ ચર્ચા છે કે ફિલ્મના મેકર્સ ડિજિટલ વર્ઝન માટે ફિલ્મનું સંપૂર્ણ નવું એડિટ તૈયાર કરવાની વિચારણા કરી રહ્યા છે, જેથી OTT ડીલમાં વધુ સારી કિંમત મળી શકે.


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2026 12:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK