યુવરાજ સિંહે એક ઇન્ટરવ્યુમાં પોતાના શિષ્ય અભિષેક શર્માના બૅટ પ્રત્યેના પ્રેમ વિશે ખુલાસો કર્યો છે
ફાઇલ તસવીર
ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહે એક ઇન્ટરવ્યુમાં પોતાના શિષ્ય અભિષેક શર્માના બૅટ પ્રત્યેના પ્રેમ વિશે ખુલાસો કર્યો છે. યુવરાજ સિંહે કહ્યું કે ‘તમે અભિષેક શર્મા પાસેથી કંઈ પણ લઈ શકો છો, પરંતુ તેનું બૅટ કોઈ છીનવી શકતું નથી. ભલે તેની પાસે ૧૦ બૅટ હોય, તે કહેશે કે મારી પાસે ફક્ત બે જ છે. તેણે મારાં બધાં બૅટ લીધાં, પણ ક્યારેય પોતાનાં બૅટ આપ્યાં નથી.’
અભિષેક શર્માએ હાલમાં ૨૮ ઇનિંગ્સમાં ૧૦૦૦ રન પૂરા કરીને આગામી T20 વર્લ્ડ કપ માટે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.


