બોલિવૂડ સ્ટાર્સ અર્જુન કપૂર, કરીના કપૂર, સૈફ અલી ખાન અને ભૂતપૂર્વ પતિ અરબાઝ ખાન મલાઈકા અરોરાના પિતાના અંતિમ સંસ્કાર દરમ્યાન હજાર રહ્યા હતા. તેમના હિંદુ રીતિ રિવાજ મુજબ સાંતાક્રુઝમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મલાઈકાના પિતા પંજાબી હિંદુ હતા અને તેમણે ભારતીય મર્ચન્ટ નેવીમાં કામ કર્યું હતું; ૧૧ સપ્ટેમ્બર , ૨૦૨૪ ના રોજ મુંબઈમાં તેમના બાંદ્રા નિવાસસ્થાનની ટેરેસ પરથી કૂદકો માર્યા બાદ તેમનું દુઃખદ અવસાન થયું. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.