બિગ બૉસ અને તેના હિટ ગીત ‘બલમા’થી ભારતીય પ્રેક્ષકોમાં જાણીતી ક્લોડિયા સિએસ્લાએ હવે ન્યુટ્રિશનિસ્ટ અને લેખક તરીકે એક નવી ઓળખ બનાવી છે. આ નિખાલસ મુલાકાતમાં, તેણે જર્મનીથી ભારત સુધીની તેની સફર, હિન્દી જાણ્યા વિના બૉલિવુડમાં કેવી રીતે પ્રવેશ કર્યો અને આ દરમિયાન તેણે કયા પડકારોનો સામનો કર્યો તે વિશે વાત કરી. તેણે ભાષા શીખવા, ઇન્ડિયન ડાન્સ સ્ટાઈલ સાથે અનુકૂલન સાધવા, શાકાહારી બનવા અને ગુજિયા અને લાડુ જેવી ભારતીય મીઠાઈઓ માટે પ્રેમ વિકસાવવાનું યાદ કરે છે.
ક્લોડિયા કહે છે કે તેનું નવું મિશન ભારતને સ્વસ્થ બનાવવાનું છે. તેના પુસ્તક કીપ ઈટીંગ, કીપ લુઝિંગ દ્વારા, તેણે રોજિંદા જીવન માટે વ્યવહારુ સ્વાસ્થ્ય ટિપ્સ શૅર કરી છે. તેણે સમજવ્યું કે મોડી રાત્રે મોબાઈલ સ્ક્રોલિંગ જેવી આદતો ઊંઘ પર કેવી અસર કરે છે, દાળ અને રોટલી જેવા સરળ ખોરાક સ્વાસ્થ્ય માટે શા માટે શક્તિશાળી છે, અને તેણે પોતાની કેટલીક ‘સ્વાસ્થ્ય ભૂલો’ પણ સ્વીકારી છે.