સંગીતકાર-ગાયક હિમેશ રેશમિયાના પિતા વિપિન રેશમિયાનું 87 વર્ષની વયે ગઈકાલે રાત્રે મુંબઈમાં અવસાન થયું. અહેવાલો મુજબ, પીઢ સંગીત દિગ્દર્શકે બુધવારે રાત્રે 8:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. ગુરુવારે પુત્ર હિમેશ રેશમિયા દ્વારા તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. દિગ્દર્શક-કોરિયોગ્રાફર ફરાહ ખાન અને ગાયક શાન સહિત અનેક હસ્તીઓ અંતિમ સંસ્કારમાં પહોંચ્યા હતા.