° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 December, 2021


હેં! ગૌતમ અને પંખુડીને શૂટ દરમિયાન પણ રીલ અને રિયલ લાઇફ સરખી જ લાગે છે?

21 October, 2021 04:24 PM IST | Mumbai | Karan Negandhi

ગૌતમ રોડે પંખુડી અવસ્થી રીલ લાઈફ સાથે રિયલ લાઈફમાં પણ પાર્ટનર્સ છે.

તસવીર સૌજન્ય પીઆર

તસવીર સૌજન્ય પીઆર

ગૌતમ રોડે અને પંખુડી અવસ્થીની જોડી ફરી એકવાર એક સુંદર મ્યૂઝિક વીડિયો સાથે કમબૅક કરી ચૂકી છે, જે આ વખતે એકદમ જુદા જ અવતારમાં જોવા મળ્યાં છે. આ વખતે આ સુંદર જોડી ગુજરાતી ગીતમાં રાધા-કૃષ્ણના અવતારમાં જોવા મળી છે, તેમના આ સિંગલનું નામ ‘છાનોમાનો’ છે. આ પ્રેમગીતને જાણીતા ગુજરાતી ગાયક ઓસમાન મીરે ગાયું છે. તો શબ્દાંક દિલીપ રાવલે કર્યું છે અને મ્યૂઝિક આલાપ દેસાઈએ કમ્પોઝ કર્યું છે.

ગૌતમ રોડે પંખુડી અવસ્થી રીલ લાઈફ સાથે રિયલ લાઈફમાં પણ પાર્ટનર્સ છે, આ બાબતે વાત કરતાં ગૌતમે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને કહ્યું કે “અમે સેટ પર પણ એકબીજા સાથે એટલા કમ્ફર્ટેબલ હોઈએ છીએ અમારે એક્ટિંગ કરવાની છે કે કેમ એ પણ એકબીજાને પૂછવું પડે છે. અમે એકબીજાને એક્ટર તરીકે પણ સારી રીતે ઓળખીએ છીએ.” પંખુડીએ પણ આ મામલે સૂર પુરાવતા કહ્યું હતું કે “રીલ લાઈફ અને રિયલ લાઈફ ચોક્કસપણે જુદી હોય છે, પરંતુ અમારા માટે આ ખૂબ સહેલું છે અને અમને સાથે કામ કરવાની મજા પડે છે.”

પહેલા ગુજરાતી ગીતમાં કામ કરવા વિશે વાત કરતાં જોડીએ કહ્યું કે “અમને ગુજરાતી નથી આવડતું પણ આ ગીતનું સંગીત એટલું સોલફુલ છે કે પહેલીવાર સાંભળતા જ અમારા પગ થનગનાટ કરવા લાગ્યા હતા. એક અભિનેતા તરીકે આ ખૂબ આનંદદાયક હતું કે અમને હિન્દી સહિત બીજી ભાષામાં પણ કામ કરવાની તક મળી છે.”

આ ગીતમાં રાધા-કૃષ્ણનું પણ નવું રૂપ પ્રેક્ષકોને જોવા મળ્યું છે તે સંદર્ભે પંખુડીએ કહ્યું કે “આ ગીત રાસગરબાની થીમ ઉપર છે અને આજના સમયના બે પ્રિય પાત્રોની વાત કરવામાં આવી છે.”

અંતે જોડીએ ઉમેર્યું હતું કે “એકંદરે અમને આ ગીતનો કોન્સેપ્ટ અને ફીલ ખૂબ જ ગમ્યા હતા અને શૂટિંગ અનુભવ પણ સરસ રહ્યો હતો.”

ગીતના પ્રોડ્યુસર હર્ષ પટેલે પોતાના અનુભવો શેર કરતાં ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “ઓસમાન મીર સાથે કામ કરવાનો અનુભવ સુખદ હતો. હું પ્રથમ વાર કામ કરી રહ્યો છું. મને તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું છે અને તે ખૂબ જ નમ્ર છે.” તેમણે કહ્યું કે “દિલીપભાઈ અને આલાપભાઈ સાથે કામ કરવામાં પણ ખૂબ મજા આવી અને તેમણે સારો સપોર્ટ કર્યો હતો.”

આગામી પ્રોજેક્ટ વિશે વાત કરતાં હર્ષે ઉમેર્યું કે “અમે હવે ફિલ્મ ફેસ્ટિવલ માટે એક શોર્ટ ફિલ્મ બનાવવા જઈ રહ્યા છીએ અને એક ગીત પર પણ કામ કરી રહ્યા છીએ જે બંને હાલ પ્રાથમિક તબક્કામાં છે.”

માણો ઓસમાન મીરના અવાજમાં છાનોમાનો

21 October, 2021 04:24 PM IST | Mumbai | Karan Negandhi

અન્ય લેખો

ઢોલીવૂડ સમાચાર

કોમેડી કિંગ જોની લીવરે ૨૧મુ ટિફિન ફેમ નીલમ પંચાલને મારી ટાપલી

ખરેખર વાત એમ છે કે નીલમે એક ખૂબ જ વાયરલ મ્યુઝિક પર જોની લીવર સાથે રીલ શેર કરી છે.

27 November, 2021 02:01 IST | Mumbai | Karan Negandhi
ઢોલીવૂડ સમાચાર

ગોવામાં ‘૨૧મું ટિફિન’

આ ફિલ્મની સ્ટોરી મહિલાઓની આસપાસ ફરે છે, જેઓ ટિફિન બિઝનેસ ચલાવતી હોય છે. આ ફિલ્મને ગોવામાં વધાવી લેવામાં આવી હતી.

24 November, 2021 03:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઢોલીવૂડ સમાચાર

નાટ્યકારોએ સાબિત કરવું પડશે કે જીવનમાં નાટકનું કેટલું મહત્વ છે, જાણો શા માટે?

ગુજરાતી ભાષાને જાળવી રાખવા માટે નાટકો ખુબ જ જરૂરી છે.

20 November, 2021 09:25 IST | mumbai | Nirali Kalani

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK