આગામી ઢોલિવૂડ ફિલ્મ `આવવા દે`નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં એક એવી વાર્તા જોવા મળવાની છે જેમાં બે જુદી સંસ્કૃતિ વચ્ચે ટકરાવ થશે, એકબીજા પ્રત્યેની માનસિકતા બદલાશે અને પ્રેમ તેનો સાચો અર્થ શોધવાની સફર જોવા મળશે.
આવવા દેનું ટ્રેલર લૉન્ચ
પ્રોડ્યુસર જસવંત ગંગાણી અને લેખક-દિગ્દર્શક નિહાર ઠક્કરની નવી ફિલ્મ `આવવા દે`નું આ મહિને ટીઝર લૉન્ચ થયું હતું. ફિલ્મના ટીઝર બાદ દર્શકોમાં આ નવી જોડી વચ્ચેની કૅમેસ્ટ્રીને મોટા પડદા પર જોવા માટે આતુર છે. 2025 નું વર્ષ ગુજરાતી ફિલ્મો માટે ખૂબ જ સફળ રહ્યું છે. ઢોલિવૂડ ફિલ્મોની બૉક્સ ઑફિસ પર મબલખ કમાણીમાં જોડાવા એક મ્યુઝિકલ ફિલ્મ `આવવા દે` 28 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આજે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. દર્શકોએ આ મ્યૂઝિકલ-ડ્રામા ફિલ્મના ટ્રેલરના કમેન્ટ સેક્શનમાં પોઝિટિવ પ્રતિસાદ બતાવી રહ્યા છે અને ટીમને શુભેચ્છાઓ આપી રહ્યા છે.
આગામી ઢોલિવૂડ ફિલ્મ `આવવા દે`નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં એક એવી વાર્તા જોવા મળવાની છે જેમાં બે જુદી સંસ્કૃતિ વચ્ચે ટકરાવ થશે, એકબીજા પ્રત્યેની માનસિકતા બદલાશે અને પ્રેમ તેનો સાચો અર્થ શોધવાની સફર જોવા મળશે. આ ફિલ્મમાં પરિક્ષિત તમલિયા અને કુંપલ પટેલ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે. હેમંત ખેર અને સોનલ લેલે દેસાઈ જેવા કલાકારો પણ તેમની સાથે સ્ક્રીન શૅર કરશે. ટ્રેલરમાં આખી સ્ટાર કાસ્ટે ઊંડાણ અને ભાવનાત્મક સૂક્ષ્મતા સાથે પોતાની ભૂમિકાઓ ભજવી હોવાનું જણાઈ રહ્યું છે, જે ફિલ્મની વાર્તાને વધુ પ્રભાવશાળી બનાવ શે એવી મેકર્સને આશા છે.
ADVERTISEMENT
`આવવા દે` એક નિર્દોષ અને ખાટી-મીઠી પ્રેમકથા છે જે યુવાન પ્રેમની દુનિયાને સરળ છતાં ગહન રીતે શોધે છે. નિર્માતાઓનું કહેવું છે કે, "જ્યારે પ્રેમ તમારા જીવનમાં આવે છે, ત્યારે તમે તેને રોકતા નથી - તમે `આવવા દે!` કહો છો" ફિલ્મ તે લાગણીને મોટા પડદા પર લાવવાનો પ્રયાસ કરે છે. આ ફિલ્મ ગંગાણી મોશન પિક્ચર્સ દ્વારા નિર્મિત છે અને જીતેન્દ્ર જાની ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે. આ ફિલ્મ નિહાર ઠક્કરે લખી અને ડિરેક્ટ પણ કરી છે અને તેને મ્યુઝિક ઝવેરીએ આપ્યું તેમ જ ગીતો જશવંત ગંગાણીએ લખ્યા છે. ટ્રેલર દર્શકોને એવી દુનિયામાં લઈ જાય છે જ્યાં પ્રેમનું સરળ અને જટિલ બન્ને રૂપ જોવા મળે છે - જ્યાં લાગણીઓ હૃદયને સ્પર્શે છે, અને સંબંધોની સૂક્ષ્મતા વાર્તાને આગળ ધપાવે છે.
ફિલ્મનો સ્વર, સંવાદ, સ્થાનો અને સંગીત તેને એક અનોખી અનુભૂતિ આપે છે. ટ્રેલરના રિલીઝથી દર્શકોમાં રસ જાગ્યો છે, જેનાથી યુવાનોમાં આ પ્રેમકથા વિશે ઉત્સુકતા વધી છે. “આ વાર્તા દર્શકોના હૃદયમાં રહેશે અને લાંબા સમય સુધી યાદ રહેશે - "એક વાર્તા જે તમે પહેલાં ક્યારેય અનુભવી નથી. એક જે તમારા હૃદયમાં કાયમ રહેશે," ફિલ્મના નિર્માતાઓએ જણાવ્યું. `આવવા દે`નું ટ્રેલર હવે લાઈવ થઈ ગયું છે, જેમાં થોડી કેમેસ્ટ્રી, થોડી કૉમેડી અને થોડી પ્રેમની લાગણીઓની ભાવનાત્મક સફરનો અનુભવ થઈ રહ્યો છે.


