Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મલ્હાર ઠાકર અને પૂજા જોષી પરણશે! પબ્લિસિટી સ્ટંટ કે પછી ફિલ્મનું પ્રમોશન? શું છે સત્ય?!

મલ્હાર ઠાકર અને પૂજા જોષી પરણશે! પબ્લિસિટી સ્ટંટ કે પછી ફિલ્મનું પ્રમોશન? શું છે સત્ય?!

Published : 04 November, 2024 03:18 PM | IST | Mumbai
Rachana Joshi | rachana.joshi@mid-day.com

Malhar Thakar – Puja Joshi Wedding: ઢોલિવૂડના બે સ્ટાર મલ્હાર ઠાકર અને પૂજા જોષી બહુ જલ્દી લગ્ન કરવાના છે એવી પોસ્ટ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ છે

મલ્હાર ઠાકર અને પૂજા જોષીની તસવીરોનો કૉલાજ (તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ)

મલ્હાર ઠાકર અને પૂજા જોષીની તસવીરોનો કૉલાજ (તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ)


અર્બન ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અત્યારે મોસ્ટ વૉન્ટેડ બેચલરમાં સુપરસ્ટાર મલ્હાર ઠાકર (Malhar Thakar)નું નામ સૌથી મોખરે છે. ફેન્સ અને ફૅમેલી સહુ કોઈ રાહ જોઈ રહ્યાં છે કે, આ બેચલર એક્ટર સિંગલમાંથી મિંગલ ક્યારે થશે? સાથે જ એ પણ પ્રશ્ન છે કે, મલ્હાર ઠાકરના ખ્યાલોની મલ્લિકા કોણ છે? છેલ્લાં ગણા સમયથી મલ્હાર ઠાકરનું નામ અર્બન ગુજરાતી ફિલ્મોની સુંદર અભિનેત્રી પૂજા જોષી (Puja Joshi) સાથે ચર્ચાઈ રહ્યું છે. હવે સોશ્યલ મીડિયા (Social Media)માં એવી પોસ્ટ વાયરલ થઈ છે કે, મલ્હાર ઠાકર અને પૂજા જોષી બહુ જલ્દી લગ્ન (Malhar Thakar – Puja Joshi Wedding) કરવાના છે. જોકે, આ વાતમાં કેટલી સચ્ચાઇ છે? ચાલો જાણીએ.


આજે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર મલ્હાર ઠાકર અને પૂજા જોષી વિષેની એક પોસ્ટ બહુ વાયરલ થઈ છે. જેમાં સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે, મલ્હાર ઠાકર અને પૂજા જોષી બહુ જલ્દી લગ્ન કરવાના છે.



ઇન્સ્ટાગ્રામ પર ગુજરાતના એક પેપનું પેજ છે. ફિલ્મી ફૉક્સ નામના આ પેજ પર કરાયેલી પોસ્ટમાં સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે, મલ્હાર ઠાકર અને પૂજા જોષી લગ્ન કરવાના છે. સાથે જ કૅપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ મલ્હાર અને પુજા ટૂંક જ સમયમાં લગ્ન ના તાંતણે બંધાઈ રહ્યા છે! જાણકારીની પુષ્ટિ માટે મલ્હાર, પુજા અને એમના મેનેજરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ બરાબર જવાબ મળ્યો નહિ.’


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TheFilmyFox (@thefilmyfox)


સોશ્યલ મીડિયામાં આ પોસ્ટ વાયરલ થયા બાદ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે મલ્હાર ઠાકર અને પૂજા જોષીનો સંપર્ક કર્યો હતો. જેમાંથી મલ્હાર ઠાકર ઇન્ટરવ્યુમાં વ્યસ્ત હોવાથી વાત નહોતા કરી શક્યા. જ્યારે પૂજા જોષી સાથે વાતચીત થઈ શકી નહોતી. એટલે કપલના લગ્નમાં કેટલી સચ્ચાઈ છે એ તો તેમની પાસેથી જ જાણવા મળશે બાકી ત્યાં સુધી માત્ર અફવા પણ કહી શકાય!

જોકે, એક તરફ એવું પણ લાગે છે કે આ પોસ્ટ પબ્લિસિટી સ્ટંટ કે પછી ફિલ્મનું પ્રમોશન હોય શકે. કારણકે ભૂતકાળમાં પણ એવું બન્યું છે. ફિલ્મ ‘લગન સ્પેશ્યલ’ (Lagan Special)ની રિલીઝ સમયે પણ મલ્હાર-પૂજાના લગ્નની અફવાઓ ઉડી હતી. બાદમાં જાણ થઈ હતી કે, તે માત્ર ફિલ્મ પ્રમોશનલ સ્ટંટ હતો. આ પોસ્ટ પણ પ્રમોશનલ સ્ટંટ હોય તેવું લાગે છે. કારણકે ૭ નવેમ્બરે પૂજા જોષીની પરિક્ષિત તમાલિયા (Parikshit Tamaliya) સાથેની ફિલ્મ ‘કાલે લગન છે!?!’ (Kale Lagan Chhe!?!) રિલીઝ થાય છે. ત્યારે આ ફિલ્મના સંબંધમાં કદાચ કોઈક પ્રમોશન સ્ટંટ હોઈ શકે એવું પણ લાગે છે. જોકે, કહીકત તો સમય જ કહેશે.

આ લખાઈ રહ્યું છે ત્યા સુધી ગુજરાતી મિડ-ડે ડૉટ મલ્હાર ઠાકરના પ્રતિસાદની પ્રતિક્ષા કરી રહ્યું છે.

નોંધનીય છે કે, પૂજા જોષી અને મલ્હાર ઠાકર બન્ને સાથે સ્ક્રિન પર બહુ ક્યૂટ લાગે છે. મ્લહાર ઠાકર અને પૂજા જોષીએ સાથે એક વૅબ સિરીઝ અને બે ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે સાથે વૅબ સિરીઝ ‘વાત વાતમાં’ (Vaat Vaat Ma) સિઝન વન અને ટૂમાં કામ કર્યું છે. જેમાં તેમની કૅમેસ્ટ્રી ખુબ વખાણવામાં આવી હતી. આ સિવાય તેમણે ફિલ્મ ‘વીર ઈશાનું સિમંત’ (Veer-Isha Nu Seemant)માં એક યંગ મેરિડ કપલની ભૂમિકા ભજવી હતી. છેલ્લે તેઓ આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘લગન સ્પેશ્યલ’ (Lagan Special)માં કપલની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

04 November, 2024 03:18 PM IST | Mumbai | Rachana Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK