અભિનેતા મલ્હાર ઠાકરે એક પોડકાસ્ટમાં એવો આક્ષેપ કર્યો હતો કે ઍકટર અને તેના એક્ટર મિત્રો યશ સોની અને જાનકી બોડીવાલાએ તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનફોલો કર્યા છે. આ વાત પર જાનકી બોડીવાલાને પ્રશ્ન પુછવામાં આવતા હવે તેણે રિઍક્શન આપ્યું છે.
જાનકી બોડીવાલા અને મલ્હાર ઠાકર (ફાઇલ તસવીર)
`વશ` ફિલ્મ માટે નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતા અભિનેત્રી જાનકી બોડીવાલાની ફિલ્મ ફિલ્મ ‘વશ લેવલ 2’ની રિલીઝ પછી ફરી એકવાર ચર્ચામાં છે. ઢોલિવુડના કલાકારો, ડિરેક્ટર્સથી માંડીને તમામની નોંધ લેવાઇ રહી છે. જો કે છેલ્લે યશ અને જાનકીની ચર્ચા થઇ ત્યારે તેનું કારણ ગુજરાતી અભિનેતા મલ્હાર હતો. તેણે એક પૉડકાસ્ટમાં એમ વાત કરી તે યશ અને જાનકી તેનાં સારા મિત્રો છે, લગ્નમાં પણ મહાલ્યા છતાં ય તેઓ તેને ઇન્સ્ટાગ્રામ પર ફોલો નથી કરતા. આ ઇન્ટરવ્યુની આ ક્લિપ બહુ વાઇરલ થઇ. એ પછી એક ઇવેન્ટમાં યશ, મલ્હાર, પૂજા અને જાનકી સાથે જોવા પણ મળ્યા. પણ સ્વાભાવિક છે કે ‘વશ લેવલ 2’ પછી જાનકીએ જ્યારે ઇન્ટરવ્યુ આપવાની શરૂઆત કરી ત્યારે તેને મલ્હારના આ આક્ષેપનો જવાબ આપવા કહેવાયું.
અભિનેતા મલ્હાર ઠાકરે એક પોડકાસ્ટમાં ખુલાસો કર્યો હતો કે ઍકટર અને તેના મિત્રો યશ સોની અને જાનકી બોડીવાલાએ તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનફોલો કર્યા હતા. આ વાત પર જાનકી બોડીવાલાને પ્રશ્ન પુછવામાં આવતા હવે તેણે રીઍક્શન આપ્યું છે. તેણે કહ્યું “મને તમે સવાલ કર્યો કે તમે કોને વશમાં કરવા માગો છો? તો હું મલ્હારને વશમાં કરવા માગું છું અને તેને પૂછીશ કે તેં આ કૅમેરા સામે જ કેમ કહ્યું? અને મારી સામે ફેસ ટુ ફેસ કેમ નહીં?”
ADVERTISEMENT
જાનકીએ શું કહ્યું
View this post on Instagram
જાનકીએ તેને મલ્હાર સામે કોઈ વાંધો નથી એવું પણ કહ્યું. જાનકીએ આગળ કહ્યું “કે મિત્રો વચ્ચે આવું બધુ ચાલતું રહે છે. એમ આ વાતને જવા દઈએ પણ કૅમેરા સામે જ કેમ? આપણે મળીએ જ છીયે. મારા ઘરે પણ આવ્યા છો. થોડા મહિના પહેલા ક્રિકેટ વર્લ્ડ કપ હતો ત્યારે પૂજા સાથે તમે આવ્યા હતા ત્યારે તમારે આ બાબતે શૅર કરવું જોઈતું હતું. જો તેમને કોઈ તકલીફ હોય તો મને કહીં શક્યા હોત કૅમેરા સામે નહીં. મિત્રોની વાત મિત્રોમાં જ રહેવી જોઈએ એવું મારુ માનવું છે.” જોકે જાનકીની આ વાતે હવે સોશિયલ મીડિયા પર તેમના ચાહકો વચ્ચે ચર્ચા જગાવી છે, પણ યશ સોની તરફથી મલ્હારની આ વાત પર કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો.
શું હતા મલ્હારના આરોપો
એક પોડકાસ્ટમાં મલ્હારે કહ્યું હતું કે “શું પ્રોબ્લેમ છે? મારી સાથે આવું કઈ થયું હોય તો હું તેને શૅર કરી દઉં. યશ સોની અને જાનકી બોડીવાલા બન્નેએ મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કર્યો નથી અને હજી પણ અનફોલો જ છે. બન્નેએ મારા લગ્નમાં એન્જોય પણ કર્યું હતું, જોકે આ પાછળનું કારણ મને હજી સુધી જાણવા નથી મળ્યું કે તેમને મારાથી શું તકલીફ છે.” મલ્હાર ઠાકરે આગળ ઉમેર્યું હતું કે “સોશિયલ મીડિયા પર જાનકી અને યશના ઘણા ફોલોવર્સ છે, તેઓ જોઈ શકે છે કે કોને ફોલો નથી કર્યા કે કરવાનું બાકી રહી ગયું છે. મારા મનમાં કોઈ કોલ્ડ વૉર (શીત યુદ્ધ) નથી ચાલતું, મને લોકો સાથે રહેવું ગમે છે.”

