° °

આજનું ઇ-પેપર
Friday, 06 August, 2021


`મારા પરિવાર દ્વારા મારી ક્વિનનુ સ્વાગત`, રાહુલે ગૃહપ્રવેશનો વીડિયો કર્યો શેર

20 July, 2021 02:23 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

રાહુલ અને દિશા જન્મજન્મના તાંતણે બંધાઈ ગયા છે. ત્યાર બાદ રાહુલ દિશાના ગૃહપ્રવેશનો એક વીડિયો શેર કર્યો છે. જે ખુબ વાયરલ થઈ રહ્યો છે.

 રાહુલ વૈદ્ય અને દિશા પરમાર

રાહુલ વૈદ્ય અને દિશા પરમાર

સિંગર રાહુલ વૈદ્ય અને અભિનેત્રી દિશા પરમારે લગ્ન કરી લીધા છે. હાલ બહુચર્ચિત કપલના લગ્ન ફંકશનના ફોટોજ ખુબ જ વાયરલ થઈ રહ્યાં છે. સિંગર અને ટીવી એક્ટ્રેસ દિશા પરમારે આ મહિનામાં 16 જુલાઈએ લગ્ન કર્યા. બંનેના ચાહકો પણ તેમના પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. આ પછી હવે દિશાના ગૃહ પ્રવેશનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રાહુલની માતા તેમના ઘરની પુત્રવધૂને સંપૂર્ણ રિવાજો સાથે આવકારતી જોવા મળી રહી છે.


દિશાના ગૃહપ્રવેશનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ 

વીડિયોમાં રાહુલની માતા લીલી સાડી પહેરીને તેમની નવી પુત્રવધૂનું સ્વાગત કરે છે અને તેના કપાળ પર તિલક લગાવેલો જોવા મળે છે. બીજી તરફ દિશા લાલ કલરનો પ્લાઝો કુર્તા સેટ પહેરીને તેના હાથમાં લાલ કંકુ, મંગલસૂત્ર તેમજ વાળમાં પોનીટેલમાં ખુબ જ સુંદર લાગી રહી છે. રાહુલ વિશે વાત કરવામાં આવે તો તે કેઝ્યુઅલ ટી-શર્ટ અને ટ્રેક પેન્ટમાં જોવા મળે છે. બંનેના આ વીડિયો પર લાખો લાઇક્સ અને કમેન્ટ્સ થઈ રહી છે.  ફેન્સ દ્વારા આ નવી જોડીને અભિનંદન આપવામાં આવી રહ્યા છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RAHUL VAIDYA RKV ? (@rahulvaidyarkv)

દિશાના ગૃહપ્રવેશનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતાં રાહુલે કહ્યું કે, `જ્યારે મારા પરિવારે મારી ક્વિનનું સ્વાગત કર્યુ, દૂનિયામાં હજી પણ ખુબ પ્રેમ અને વિશ્વાસ બચેલો છે.`

આપણે જણાવી દઈએ કે બિગ બોસ 14 માં રાહુલ વૈદ્યે દિશા પરમારને રાષ્ટ્રીય ટેલિવિઝન પર લગ્ન માટે પ્રપોઝ  કર્યુ હતુ. 14 ફેબ્રુઆરી, 2021 ના ​​રોજ વેલેન્ટાઇન ડે નિમિત્તે દિશા બિગ બોસના ઘરે આવી હતી અને રાહુલના પ્રપોઝલને સ્વીકાર્યુ હતું. અને હવે તે બંને કાયમ માટે એકબીજા બની ગયા છે.

દિશા પરમાર એક ટીવી એક્ટ્રેસ છે. તેણે 2012 માં `પ્યાર કા દર્દ હૈ મીઠા-મીઠા પ્યારા-પ્યારા` શો થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ શોમાં તે પંખુડી અવસ્થીની ભૂમિકામાં હતી. આ શો ભારે હીટ રહ્યો હતો. જ્યારે તેણીએ આ શો કર્યો ત્યારે તે 18 વર્ષની હતી. 

20 July, 2021 02:23 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

Bigg Boss 15:કુમકુમ ભાગ્ય ફેમ ઝીશાન ખાનની એન્ટ્રી, આ કારણે આવ્યો હતો વિવાદમાં...

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક રિપૉર્ટ પ્રમાણે બિગ બૉસ 15ના મેકર્સે ઝીશાન ખાનનું નામ કન્ફર્મ કર્યું છે. ઝીશાન ખાન સિવાય ભોજપુરી સુપરસ્ટાર અક્ષરા સિંહ પણ બિગ બૉસ 15માં દેખાવાની છે.

05 August, 2021 03:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટેલિવિઝન સમાચાર

‘ભાગ્યલક્ષ્મી’ માટે એક મહિનામાં ૭ કિલો વજન ઉતાર્યું રોહિત સુચંતીએ

આ રોલ માટે મારે ૭ કિલો વજન એક મહિનાની અંદર ઉતારવાનું હતું. મેં જ્યારે ઑડિશન આપ્યું ત્યારથી માંડીને અત્યાર સુધીનો મેં જે રોલ ભજવ્યો છે ત્યાં સુધીમાં મારામાં ખૂબ પરિવર્તન આવ્યું છે.

05 August, 2021 12:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

‘રિશ્તો કા માંઝા’ દ્વારા ટેલિવિઝનમાં એન્ટ્રી કરશે બંગાળી ઍક્ટર કૃશલ આહુજ

મારું પાત્ર ખૂબ સ્ટ્રૉન્ગ છે, પરંતુ સાથે જ ભાવનાત્મક રીતે પણ તે ઇમોશનલ હોય છે. દિયા તેની લાઇફમાં આશાની નવી કિરણ લઈને આવે છે.

05 August, 2021 12:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK